રાણપુરના નાનીવાવડી ગામે બોટાદ જીલ્લા કોંગ્રેસ સમિતિની બેઠક મળી

850

બોટાદ જીલ્લાના રાણપુર તાલુકાના નાનીવાવડી ગામે બોટાદ જીલ્લા કોંગ્રેસ સમિતિની મિટીંગ યોજાઈ હતી જેમાં બોટાદ જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ,બોટાદ જીલ્લા પંચાયતના પ્રમુખ,રાણપુર તાલુકા કોંગ્રેસ પ્રમુખ,બોટાદ જીલ્લા પંચાયત કોંગ્રેસના સદસ્યો સહીત મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરો અને હોદ્દેદારો આ મિટીંગમાં હાજર રહ્યા હતા અને આગામી સમય માં લોકસભા ની ચુટણી આવતી હોય બોટાદ જીલ્લામાં રાણપુર તાલુકામાં કોંગ્રસ વધુ મજબુત બને તે માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી સાથે મિટીંગમાં હાજર તમામ કોંગ્રેસી કાર્યકરો ના મંતવ્ય લેવામાં આવ્યા હતા આ સમગ્ર કાર્યક્રમનુ આયોજન રાણપુર તાલુકા કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખ અને ખેડુત આગેવાન પ્રતાપભાઈ ડોડીયા દ્વારા કરવામાં આવ્યુ હતુ.

Previous articleરચનાત્મક કાર્યકર તરીકે સન્માન
Next articleગઢડાની રામપરા પ્રા.શાળામાં શિક્ષકોનું સમુહ ભોજન યોજાયું