કોઈક પેટ બાળવા ચાલે છે, તો કોઈક પેટ પાળવા

0
551

ગમે છે તે મળતું નથી અને મળે છે તે ગમતું નથી. ધારીએ છે તે મળશે નહિ અને મળશે ત્યારે એની કોઈ ધારણા પણ નહિ હોય. આવી દરેક વાત આપણે આપણી આસપાસના લોકો પાસેથી સાંભળતા હોઈએ છે અને આપણા જીવનમાં પણ અનુભવતા હોઈએ છીએ. કર્મસિદ્ધાંત કહો નસીબ કહો કે પછી તમારું ભાગ્ય અથવાતો ભવિષ્ય આ બધીજ વસ્તુનો અર્થ એકજ છે. તમે અને હું માનીએ કે ન માનીએ પરંતુ આપણ જીવનની દરેક બનતી સારી અને ખરાબ ઘટના આપણા સુખ અને દુઃખ શાતા અને અશાતા આ દરેક પ્રકારની ઘટના આજે બની છે આવતીકાલે બનશે અને ભવિષ્યમાં બનશે તે બધુજ અગાઉથી નિર્ધારિત હોય છે માટે આપણે આપણી સાથે બનતી સારી અને ખરાબ વાતો માટે કોઈને દોષ દઈએ તે ઉચિત નથી માટેજ આપણા સારા અને ખરાબ સમય માટે ફક્ત ને ફક્ત આપણેજ જવાબદાર હતા છીએ અને રહીશું. આજના લેખને સંદર્ભે આપણે વાત કરીએ તો દુનિયાના દરેક દેશના દરેક રાજ્ય અને દરેક શહેરમાં અમીર અને ગરીબ તેમજ સુખી અને દુઃખી એમ બન્ને પ્રકારના લોકો વસે છે. કોઈક જન્મજાત અમીર હોય છે તો કોઈક જન્મથી લઈને અંતિમ સમાધિ સુહી બિચારો પોતાના નબળા કર્મના લીધે હંમેશા દુઃખ જ વેઠિયા રાખે છે કોઈકને સુખ જ સુખ તો કોઈને દુઃખજ દુઃખ તો વળી અમુક લોકોને સુખ-દુઃખ, સુખ-દુઃખ એમ બન્ને પ્રકારના સંજોગનો સામનો કરવો પડે છે. આપણને મળનારી દરેક સારી અને ખરાબ સ્થિતિ એટલે ભૂતકાળમાં આપણા દ્વારા કરેલ કોઈકને મદદ તો કોઈકને પહોંચાડેલ નુકશાન તે બધું પરસ્પર આપણા જીવનમાં ભાગ ભજવે છે. રોટી કપડા અને મકાન આ દરેક માણસની મુખ્ય અને આવશ્યક જરૂરિયાત છે એક વાર પૈસા ઓછા કે વધતા ચાલે પણ ખોરાક વગર જીવવું મુશ્કેલ છે કપડા વગર દરેક ઋતુ સામે રક્ષણ મેળવવું મુશ્કેલ છે રહેવા માટેનો આશરો આ દરેક વસ્તુ દરેક માટે આવશ્યક છે. રોટી,કપડા અને મકાન માટે માણસ દરેક મેહનત કરી જાણે છે ત્યારે તે નથી જોતો રાત કે દિવસ ઠંડી અથવા તો ગરમી પોતાનો અખૂટ પરિશ્રમ આપીને તે પોતાનું ગુજરાન ચાલવા માટે મેહનત કરે છે ત્યારે જઈને તે પોતાનું અને પોતાના પરિવારનું રક્ષણ અને ભરણપોષણ કરે છે તેથીજ કરીને આજે સમાજમાં એવા અનેક કિસ્સા બને છે જ્યાં લોકો એક બીજા પાસેથી છીનવીને કે પછી ચોરી કરીને પણ પોતાનું ગુજરાન ચલાવે છે. પેલા વાત કરી એમ દરેકને ધાર્યું મળતું નથી એમ કોઈને ઓછું કહેવાથી તબિયત સારી રહે છે તો કોઈને વધુ ખાવાથી સંતોષ અને તાકાત મળે છે વળી ઘણા લોકોને ઘરેણાં પેરવાનો શોખ હોય છે પણ ચોરીના બીકે પેહરી નથી સકતા અને જેને પેરવા છે તેની પાસે ખરીદવા માટે પૈસા આમ દરેકની સમસ્યા એક બીજા સાથે પરસ્પર વિરુદ્ધ છે જે જોયે છે તે મળતું અને મળે છે તે ગમતું નથી. આપણું સુખ આ કોઈકનું દુઃખ હોય છે અને આપણું દુઃખ કોઈના માટે સુખ હોય છે માટેજ જીવનમાં હંમેશા ક્યારે પણ હિમ્મત હારીને હથિયાર મૂકીને દેવા કેમ કે જયારે જયારે તમારું પુરુષાર્થ અને પ્રારબ્ધ બન્ને મિક્સ થશે ત્યારેજ તમે સારા ફળની આશા રાખી શકો ચો અન્યથા ભગવાન પણ બેઠા બેઠા કોઈને આપી નથી દેતો બસ એટલું ચોક્કસ રાખો કે તમારા પુરુષાર્થમાં ક્યાંય પણ કચાસ ન રહે બાકી દુનિયા તમારા સારા કે ખરાબ બન્ને સમયમાં તમારો વાંક જ કાઢશે તમે ૫ લાખના લગ્ન રાખશો તો જેને ખામી દેખાય છે તે દાળમાં કે પાપડમાં પણ ખામી કાઢશે અને સંતોષી અને સદાચારી વ્યક્તિ ફક્ત તમારા મીઠા અઉંકારથી સંતોષીને તમારા પ્રસંગને શોભાવી દેશે. તો કરો આજથી શરૂવાત અને છોડો માત્ર વાત લાગી જાઓ તમે પણ પ્રયાસોની સીડીને ચડવા પછી ઈશ્વર પણ તમને નહિ દે પડવા. જીવનમાં જયારે જયારે પણ સમસ્યા અને સંગર્ષ સમયે તમે સિદ્ધિ પ્રાપ્ત કરીને ખુશ થાવ ત્યારે એક વસ્તુ હંમેશા મગજમાં યાદ રાખજો કે ” આ સમય પણ વીતી જશે ” એટલે કે સુખ પણ ક્ષણિક છે સામે છેડે દુઃખ પણ સુખમાં દુઃખની જંખીને ક્યારેય ભૂલવી નહિ અને દુઃખમાં બેબેક્ડ થઈને વિચારવાનું કે આ સમય પણ વીતી જશે બસ તો આ પખવાડયાના અંતિમ લેખ સાથે આપણે ફરી મળીશું બુધવારની સવારે તો તમે પણ આજથી ચાલુ કરો જો તમારું અદોદરુ અને મેલ વગરનું ને ચરબીયુક્ત શરીર હય તો આજથીજ અંતે બાળવા માટે થોડી થોડી કસરત અને વ્યામ પ્રત્યે પ્રીતિ કરો અને જે બિચારા ગરીબો છે કે જે પોતાના આખા દિવસના પરિશ્રમ પછી પણ એક ટંકનું ભોજન નથી પામી શકતા તો તેના અન્નદાતા બનીને તેની આંતરડી અને પેટ ઠારજો કેમ કુદરતનો એકજ નિયમ છે તમે ગમે તેટલા મંદિર કે મસ્જિદ કે દેરાસર બનાવશો પણ ક્યારેય એક માનવ પ્રત્યે પ્રેમ ભાવના નહિ રાખી હોય ને તો તમને ક્યારેય સુખ કે શાંતિ નહિ મળે અને એક વાર તમે કરુણા સ્નેહ અને પ્રેમના બીજા પોતાનામાં ઉતારી દીધાને પછી તમારે ક્યાંય ફંડ ફાળો કરવાની જરૂર નહિ પડે બસ એક માનવીને ખુશી આપીને તમને એટલો સંતોષ અને હાશકારો મળશે જે કદાચ ૫૦ લાખની પોતાની મર્સીડીઝ કે બાંગ્લામાં પણ આનંદ નહિ આવે તો ચાલો નમસ્કાર, પ્રણામ, આદાબ,અભિનંદન અને આભાર, મુંબઈ,હૈદરાબાદ અમદાવાદ અને મારા લેખ વાંચવાવાળા દરેક વાંચકોનો ધન્યવાદ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here