૬૪ વર્ષ બાદ ચાઈનામેન કુલદીપે કરેલ નવી કમાલ

752

કુલદીપ યાદવે ઓસ્ટ્રેલિયામાં પોતાની પ્રથમ ટેસ્ટ મેચમાં જ જોરદાર બોલિંગ કરીને આજે કેટલાક રેકોર્ડ પણ કરી લીધા હતા. ચાઈનામેન બોલરે ચાર ટેસ્ટ મેચોની શ્રેણીની અંતિમ ટેસ્ટ મેચમાં પાંચ વિકેટ લીધી હતી. આજે ચોથા દિવસે હેઝલવુડને આઉટ કરીને કુલદીપે આ સિદ્ધિ મેળવી હતી. ઓસ્ટ્રેલિયાની પ્રથમ ઇનિંગ્સમાં કુલદીપે ધરખમ દેખાવ કર્યો હતો. ટેસ્ટ ક્રિકેટમાં બીજી વખત આવું બન્યું છે જ્યારે ઇનિંગ્સમાં પાંચ વિકેટ લીધી છે. આ પહેલા ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં વેસ્ટઇન્ડિઝની સામે રાજકોટમાં પણ ઇનિંગ્સમાં પાંચ વિકેટ ઝડપી હતી.

ઓસ્ટ્રેલિયા માટે છેલ્લા ૬૪ વર્ષમાં પ્રથમ વખત બન્યું છે જ્યારે પ્રવાસી ટીમના કોઇ લેફ્ટ આર્મ સ્પીનરે ઓસ્ટ્રેલિયાની સામે ઇનિંગ્સમાં પાંચ વિકેટ લીધી છે. આ પહેલા ઇંગ્લેન્ડના જોની વાડલેએ ૧૯૫૫માં સિડનીમાં ૭૯ રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી અને આ ટેસ્ટ મેચ ડ્રો રહી હતી. ૨૪ વર્ષના કુલદીપે ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ ક્રિકેટમાં ઇનિંગ્સમાં પાંચ વિકેટ લેનાર છઠ્ઠા ભારતીય બોલર બનવાની સિદ્ધિ હાંસલ કરી હતી. કુલદીપે શનિવારના દિવસે ઉસ્માન ખ્વાજાને આઉટ કરીને પ્રથમ વિકેટ ઝડપી હતી. ત્યારબાદ હેડ અને પેનીને આઉટ કર્યા હતા.

Previous articleસ્પોટ્‌ર્સ કંપની સ્પાર્ટન ડૂબશે તો ધોની,સચિન સહિતના ક્રિકેટરો મોટી રકમ ગુમાવશે…!!?
Next articleફેડરરે ત્રીજીવાર જીત્યો હોપમેન કપ, બન્યો ટૂર્નામેન્ટનો સૌથી સફળ ખેલાડી