રાજ્ય કક્ષાની વોડોકાઇ કરાટે ચેમ્પિયનશીપમાં સિલ્વર મેડલ

829

ગાંધીનગરના રાયસણ સ્થિત સ્વર્ણિમ સાંસ્કૃતિક કેન્દ્ર ખાતે તાજેતરમાં રાજ્ય કક્ષાની વોડોકાઇ કરાટે ચેમ્પિયનશીપનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં ૪૩૨ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં કલોલની આશકા ભટ્ટે સેન્સાઇ સુરજ ત્રિપાઠીના હાથ નીચે અભ્યાસ કરી ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો. જેમાં દ્રિતિય સ્થાન પ્રાપ્ત કરી સિલ્વર મેડલ વિજેતા બની બ્રહ્મસમાજ તેમજ કલોલનું ગૌરવ વધાર્યુ હતું. રાજ્ય કક્ષાની વોડોકાઇ કરાટે ચેમ્પિયનશીપમાં સિલ્વર મેડલ મેળવીને આશકા ભટ્ટે સમગ્ર કલોલ શહેર અને બ્રહ્મ સમાજનુ નામ રોશન કરતા તેને અનેક લોકો તરફથી શુભેચ્છા મળી રહી છે. આ રીતે આ છાત્રાએ કલોલનુ ગૌરવ વઘાર્યુ છે.

Previous articleધમાસણા ગામના મહંત દ્વારા શ્રીલંકામાં સુંદરકાંડ પાઠ યોજાયો
Next articleપેથાપુરના કસ્બા વિસ્તારના કુખ્યાત ગેમ્બલરને પાસા કરાયા