સોશ્યલ મિડિયા યુવાનોમાં હતાશા ભરી દે છેઃ કેટરિના કૈફ

805

મોખરાની અભિનેત્રી કેટરિના કૈફે કહ્યું હતું કે આજના ટીનેજર્સ અને યુવાનોમાં ડિપ્રેસનના કિસ્સા વધી રહ્યા છે એને માટે સોશ્યલ મિડિયા જવાબદાર છે.

’અમુક હદ સુધી સોશ્યલ મિડિયાનો વપરાશ બરાબર છે પરંતુ એનેા અતિરેક થવા માંડે ત્યારે એ માઠી અસર પેદા કરે છે. યુવાનોએ વાસ્તવિક દુનિયામાં જીવવું હોય તો સોશ્યલ મિડિયાની ગુલામી ત્યજી દેવી જોઇએ એમ મને લાગે છે’ એવું કેટરિનાએ કહ્યું હતું. હાલ કેટરિના સુપર સ્ટાર સલમાન ખાન સાથે અલી અબ્બાસ ઝફરની ભારત ફિલ્મ કરી રહી છે.  કેટરિનાએ કહ્યું કે સોશ્યલ મિડિયા યુવાનોને વાસ્તવિકતાથી દૂર લઇ જાય છે અને યુવાનો કાલ્પનિક સુખમાં રાચતા થઇ જાય છે. એ કાલ્પનિક સુખ જ્યારે એમને ખરેખર કામ ન લાગે ત્યારે યુવાનો હતાશામાં સરકી પડે છે. એમને માનસિક વ્યાધિઓ સતાવતા થઇ જાય છે. તેણે એવો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો કે ડિપ્રેસનની વાતો કરવાથી કશું વળે નહીં. આ ચર્ચાનો વિષય નથી. એની પાછળ રહેલી વાસ્તવિકતાને સમજવાની જરૃર છે.

Previous articleભારે હિમવર્ષાને કારણે થીજી ગયુ જમ્મુ કાશ્મીર
Next articleસ્ટાર સિસ્ટમનો મૃત્યુઘંટ વાગી રહ્યો છેઃ યામી ગૌતમ