અસીસ કૌરે રાહત ફતેહ અલી ખાન સાથે મિલાવ્યો શૂર!

0
329

ફિલ્મ કપૂર એન્ડ સન’નું ગીત ’બોલના’અને હાલ્ફ ગર્લફ્રેંડનું’બારીશ’જેવા ઘણા ગીતોમાં પોતાના કંઠે ગાનાર પાનીપતની સિંગર અસીસ કૌર એક વાર ફરી ચર્ચામાં આવી છે કડી મેહનત બાદ હવે બોલિવૂડમાં બુલંદીયોને પર પહોંચી રહી છે હાલમાં તેમણે ફિલ્મ ’સિમ્બા’ માટે રીક્રિએટ ગીત તેરે બિન’રાહત ફતેહ અલી ખાન સાથે ગાયું છે. અસીસે જણાવ્યું હતું કે “જ્યારે મને ડબિંગ માટે ફોર આવ્યો ત્યારે હું ડિનર કરી રહી હતી પછી સ્ટુડિયો માટે ગાડીમાં જઈ રહી હતી ત્યારે રસ્તામાં હું નુસરત સાહેબનું ગીત ’તેરે બિન’સાંભળી રહી હતી પરંતુ જ્યારે સ્ટુડિયો પહોંચી તો મને તનિષ્ક બાગચી અને રશ્મિ વિરાગે જણાવ્યું કે આજ સોંગ પર રેકોર્ડીંગ કરવાનું છે તો મારા માટે સરપ્રાઈઝ હતી મેં તુરંત સોન્ગ રેકોર્ડ કર્યું અને ઘણી ખુશ હતી સૌથી મોટી ખુશી એ હતી કે મારા સહ-ગાયક રાહત ફતેહ અલી ખાન હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here