ટેસ્ટ સિરીઝ જીતવા પર BCCI આપશે ભારતીય ટીમને ઈનામ

648

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ ઓસ્ટ્રેલિયાની જમીન પર પ્રથમવાર ટેસ્ટ સિરીઝ જીતવા પર ભારતીય ખેલાડીઓને શુભેચ્છા આપતા તેના માટે રોકડ પુરસ્કારની પણ જાહેરાત કરી છે. બોર્ડે મંગળવારે એક નિવેદન જાહેર કરી ઓસ્ટ્રેલિયામાં ઐતિહાસિક ટેસ્ટ સિરીઝ જીતવા પર વિરાટની આગેવાનીવાળી ભારતીય ટીમને શુભેચ્છા આપી હતી. ભારતે ઓસ્ટ્રેલિયામાં ૭૧ વર્ષ બાદ પ્રથમ ટેસ્ટ સિરીઝ જીતી છે. ભારતીય ટીમે હાલમાં રમાયેલી ૪ મેચોની ટેસ્ટ સિરીઝમાં ઓસ્ટ્રેલિયાને ૨-૧થી હરાવીને સિરીઝ પોતાના નામે કરી હતી. બીસીસીઆઈએ ટીમને શુભેચ્છા આપતા રોકડ પુરસ્કારની પણ જાહેરાત કરી છે. બોર્ડે પોતાના નિવેદનમાં કહ્યું કે, દરેક મેચની અંતિમ ઈલેવનમાં રમનાર ખેલાડીઓને ૧૫-૧૫ લાખ રૂપિયા અને દરેક મેચ માટે રિઝર્વ ખેલાડીઓને ૭.૫ લાખ રૂપિયા મળશે. આ સિવાય દરેક કોચોને ૨૫-૨૫ લાખ રૂપિયા અને ટીમના સ્પોર્ટિંગ સ્ટાફ (નોન-કોચિંગ)ને તેના વેતન અને ફીના બરાબર બોનસ આપવામાં આવશે.

Previous articleઓસ્ટ્રેલિયા-ન્યૂઝીલેન્ડ વનડે સીરીઝમાં જસપ્રીત બુમરાહનાં સ્થાને સિરાજ અને કૌલનો સમાવેશ
Next articleકિવિઝે લંકાનો વ્હાઇટવોશ કરી વનડે સિરીઝ ૩-૦થી જીતી