ઉતરાયણની તડામાર તૈયારીઓ, મોદી અને રાહુલના પતંગોના લડાવશે પેચ

857

મકરસંક્રાંતિ એટલે કે ઉતરાયણ ને હવે થોડા દિવસો બાકી છે ત્યારે તેની ઉજવણી માટે તડામાર તૈયારી થઇ રહી છે, આ દિવસોમાં પતંગ ઉડાડવાનું ખુબ મહત્વ છે. ત્યારે બજારો વિવિધ જાતની પતંગ અને દોરાથી ઉભરાય રહી છે, ત્યારે ૨૦૧૯ની ચૂંટણીની અસર પણ પતંગો ઉપર જોવા મળી રહી છે.

પતંગોનો ઉત્સવ તરીખે જેને ઉજવામાં આવે છે તે મકરસંક્રાંતિને માત્ર ૧૦ દિવસ બાકી છે. ત્યારે દરેક આ ઉત્સવ ઉજવાની તૈયારીમાં પડી ગયા છે. બજારો વિવિધ જાતની પતંગો અને દોરાથી ભરાય ગયા છે. આ વર્ષના આકર્ષણ જોવા જઈ તો પતંગમાં વિવિધ પિક્ચર કે, ફોટા વાળી પતંગો એ ખાસ આકર્ષણ જમાવી રહેલ છે.જેમાં ્‌ફ’માં આવતી સિરિયલના ફોટા વાળી કાર્ટૂનના ફોટો દોરેલ, પતંગ અને ખાસ આકર્ષણ તો આવનાર ૨૦૧૯ની ચૂંટણીને લઈ પતંગો ઉપર ખાસ નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધીના ફોટો સાથેની પતંગોએ જગાવેલ છે, મકર સંક્રાતિના દિવસે આકાશમાં મોદીનો પતંગ રાહુલના પતંગ સાથે પેચ લડતો દેખાશે.

Previous articleભાનુશાળી હત્યા મામલે ભાજપ પ્રમુખ અને વિરોધપક્ષના નેતાની પ્રતિક્રીયા
Next articleબોપલને રૂ. ૧૬૦ કરોડની યોજનાથી નર્મદાના પાણી મળશે : રૂપાણી