ધાંધળીની મહિલાને પીયરીયા હેરાન કરતા હોય સિહોર અભયમ ટીમ મદદે પહોંચી

627

સિહોર તાલુકાનું ગામ ધોધળીના રહેવાસી કિરણબેન ચિરાગભાઈ બાવડીયા જેમની ઉંમર રપ વર્ષ છે. કિરણબેન અને તેમના પતિ ચિરાગભાઈના લગ્ન બન્ને લગ્ન સાસરી અને પિયર પક્ષની રજાથી કરેલ છે. કિરણબેન સરકારી નોકરી કરે છે અને હાલ સાસરીમાં રહ છે. અને કિરણબેન પિયર પક્ષ સાથે કોઈ સંબંધો છે નહીં કારણ કે પિયર પક્ષ પૈસાની માંગ કરે છે. બહેન હેરરાન કરે છે. આજરોજ કિરણબેન ઘરે પ્રસંગમાં પિયર પક્ષ આવી કિરણબેન જોડ અને તેમના પતિ સાથે મારઝુડ કરી હતી. આથી કિરણબેન ૧૮૧ કોલ કરી મદદ માગી આમ ઘટના સ્થળ ૧૮૧ની ટીમ પહોંચી જેમાં કાઉન્સેલર રાશમીયા અરૂણાબેન પાયલોટ પ્રકાશભાઈ ડાની અને કોન્સ્ટેબલ વિભુતીબેન ઘટના સ્થળે પહોંચી કિરણબેન સાથે વાત-ચીત અને પુછપરછ કરી જેમાં જાણવા મળ્યું કે પિયર પક્ષમાં (માતા-પિતા) ભાઈ-બહેન) કિરણબેન હેરાન કરે છે. મારવાની કોશીશ પણ કરી હતી. જેમાં સાસરી પક્ષ કિરણબેનનો બચાવ કરેલ અને આજરોજ પિયર પક્ષ કિરણબેન તેમના પતિને મારવાની ધમકી આપી હોવાથી કિરણબેન પોલીસ ફરિયાદ કરવા માંગતા હતા ૧૮૧ ટીમ દ્વારા બહેન સિહોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ અપાવી છે. આ રીતે ૧૮૧ ટીમ દ્વારા કિરણબહેન મદદ પુરી પાડવામાં આવી છે.

Previous articleનંદકુવરબા મહિલા કોલેજમાં વર્કશોપ
Next articleબરવાળાના ચોકડી ગામના પાટિયા પાસે અકસ્માતમાં એકનું કરુણ મોત