બરવાળાના ચોકડી ગામના પાટિયા પાસે અકસ્માતમાં એકનું કરુણ મોત

780

બરવાળા તાલુકાના ચોકડી ગામના પાટિયા પાસે અજાણ્યા વાહનચાલકે મોટર સાયકલને ટક્કર મારતા ગમ્ખવાર અકસ્માત સર્જાયો હતો જેમાં મોટરસાયકલ ચાલક નું ઘટનાસ્થળે કમકમાટીભર્યું કરુણ મોત નિપજયુ હતુ આ બનાવ અંગેની જાણ બરવાળા પોલીસ ને થતાં ઘટનાસ્થળે પહોંચી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ બનાવ અંગે બરવાળા  પોલીસ  મથકમાંથી મળતી વિગત અનુસાર ધંધુકા બરવાળા હાઇવે ઉપર આવેલ ચોકડી ગામના પાટિયા પાસે તારીખ ૦૭ના રોજ મોડી સાંજે  ભીમનાથ ગામથી તગડી ગામ તરફ જઈ રહેલા મોટરસાયકલ ને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા મોટરસાયકલ નંબર જીજે ૧૬ એઓ ૮૩૫૨ ઉપર સવાર ઓધવજીભાઈ ગોવિંદભાઈ મીઠાપરા ઉમર વર્ષ આશરે ૩૨ રહે. ગામ તગડી તાલુકો ધંધુકા ને લોહિયાળ ગંભીર ઇજાઓ પહોંચતા ઇમર્જન્સી  ૧૦૮  પહોંચે  તે પહેલા જ કમકમાટી ભર્યું કરુણ મોત નિપજયુ હતું જ્યારે  અજાણ્યા  વાહન ચાલક  ટક્કર મારી  પલવારમાં  નાસી છૂટયો હતો આ બનાવની જાણ થતાં જ બરવાળા પોલીસ મથકના હે.કો. હરેશભાઈ વિરગામા સહિતનો પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી જઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવ અંગે બરવાળા પોલીસ મથકમાં ફરાર અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ પોલીસે હાથ ધરી હતી આ અકસ્માતમાં ભોગ બનેલ યુવાનનું પી.એમ. બરવાળા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કરાવવામાં આવ્યું હતું. આ અકસ્માતમાં યુવાનનું કરુણ મોત નીપજ્યા અંગેના સમાચાર વાયુવેગે પ્રસરી જતા સગા સંબંધી મિત્રો મોટી સંખ્યામાં બરવાળા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે દોડી ગયા હતા તેમજ નાનકડા એવા તગડી ગામ માં અકસ્માતના પગલે યુવાનનું કરુણ મોત નિપજતા ઘેરા શોકનું મોજુ ફરી વળ્યું હતું.

Previous articleધાંધળીની મહિલાને પીયરીયા હેરાન કરતા હોય સિહોર અભયમ ટીમ મદદે પહોંચી
Next articleતળાજા પ્રા.શાળામાં બાળકોને પતંગનું વિતરણ