કરૂણા અભિયાનના આયોજન અર્થે કલેકટર સહિતે ગાંધીનગર કોન્ફરન્સ બેઠક યોજી

739

સમગ્ર રાજ્યમાં યોજાનારા કરૂણા અભિયાન-૨૦૧૯ અંતર્ગત ગાંધીનગર ગ્રુહ વિભાગના ઉચ્ચ અધિકારીઓએ આજે તા. ૦૮ જાન્યુ. ના રોજ બપોરના ૧૨/૦૦ કલાકે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી તમામ જિલ્લાના કલેકટરઓ સાથે આગોતરા આયોજન અર્થે બેઠક યોજી હતી.

કલેકટર કચેરીના વીડિયો કોન્ફરન્સ હોલ ભાવનગર ખાતે જિલ્લા કલેકટર હર્ષદ પટેલ સહિતના જિલ્લાના  અધિકારીઓએ આ આગોતરા આયોજન અર્થે યોજાયેલી બેઠકમાં હાજર રહી કરૂણા અભિયાન-૨૦૧૯ સંદર્ભે   ગ્રુહ વિભાગના ઉચ્ચ અધિકારીઓને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જરૂરી વિગતો આપી જિલ્લા કલેકટર હર્ષદ પટેલ એ જણાવ્યું હતું કે મકરસંક્રાંતિના પાવન પર્વે ભાવનગર જિલ્લાના લોકો પતંગ ઉડાડશે ત્યારે પક્ષીઓને પતંગના દોરાથી ઈજા થાય ત્યારે તેની તાત્કાલિક સારવાર માટે જિલ્લાના ૧૦ તાલુકાઓમા ૧૦ કન્ટ્રોલ રૂમ, ૨૦ રીસીવીંગ સેન્ટર  રાઉન્ડ ધ ક્લોક કાર્યરત રહે તે મુજબનું આગોતરૂ આયોજન હાથ ધરાયુ છે, પશુ ડોકટરો, સ્વયંસેવકોની ટીમ રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરશે, તાલુકા લેવલે વનવિભાગ તથા મહાનગર લેવલે મ્યુ. કોર્પોરેશન દ્વારા જરૂરી તૈયારીઓ કરવામા આવી છે. જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી જનજાગ્રુતિનું કામ કરશે, રાજ્ય સરકાર દ્વારા  હેલ્પલાઈન નં. ૧૯૬૨ જાહેર કરવામા આવી છે તેનો બહોળો પ્રચાર પ્રસાર કરવામા આવશે.

આ બેઠકમા નિવાસી અધિક જિલ્લા કલેકટર ઉમેશ વ્યાસ, મ્યુ. કમિશ્નર એમ. એ. ગાંધી, નાયબ વનસંરક્ષક્ ડો. સંદીપકુમાર, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રવિણ માલ, જિલ્લા શિક્ષણાધિકારી એ. બી. પ્રજાપતિ, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી વિરલ વ્યાસ, નાયબ મામલતદાર  કિંજલ દોશી સહિત સંબંધિત કચેરીઓના અધિકારીઓ હાજર રહ્યા હતા.

Previous articleભાજપની રાષ્ટ્રીય કાર્યકરણી બેઠકમાં દિલ્હી જતા રાજુલાના કિશોરભાઈ રેણુકાને શુભેચ્છા
Next articleઉમરાળામાં કોંગ્રેસની મીટીંગ યોજાઈ