શ્રીલંકા સામેની ટેસ્ટ સિરીઝ માટે ઓસ્ટ્રેલિયન ટીમ જાહેર, ત્રણ ખેલાડી બહાર

968

૨૪ જાન્યુઆરીથી શ્રીલંકા વિરુદ્ધ રમાનારી બે ટેસ્ટ મેચોની સિરીઝ માટે ઓસ્ટ્રેલિયન ટીમની જાહેરાત થઈ ગઈ છે. ૧૩ સભ્યોની ટીમમાં ઘણા ફેરફાર જોવા મળ્યા છે. વાઇસ કેપ્ટન મિચેલ માર્શ, શોન માર્શ અને પીટર હૈંડ્‌સકોમ્બને બહારનો રસ્તો દેખાડી દેવામાં આવ્યો છે. આ સિવાય જો બર્ન્સ, મેટ રૈનશો અને વિલ પુલોવ્સકીને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.

ઓસ્ટ્રેલિયાએ હાલમાં ભારત વિરુદ્ધ ટેસ્ટ સિરીઝમાં ૨-૧થી પરાજયનો સામનો કરવો પડ્યો હતો. આ ટેસ્ટ સિરીઝમાં ટીમના બેટ્‌સમેનોએ ખૂબ નિરાશ કર્યા હતા અને તેનું પરિણામ છે કે શ્રીલંકા વિરુદ્ધ રમાનારી સિરીઝમાં આટલા ફેરફાર જોવા મળ્યા છે.

ટીમની બોલિંગમાં કોઈ ફેરફાર થયા નથી. સ્ટાર્કની જે રીતે આલોચના થઈ રહી હતી ત્યારે લાગતું હતું કે, તેને ટીમમાંથી બહાર કરી દેવામાં આવશે, પરંતુ આમ થયું નથી.

ટીમમાં વિલ પુકોવ્સકી એકમાત્ર નવો ચહેરો છે, તો મેન રૈનશો અને બર્ન્સ ટીમમાં વાપસી કરી રહ્યાં છે. ઓસ્ટ્રેલિયા માટે આ ટેસ્ટ સિરીઝ ખૂબ મહત્વની છે, તેમાં સારૂ પ્રદર્શન કરીને ટીમ આત્મવિશ્વાસ પરત મેળવવા પ્રયત્ન કરશે. ડેવિડ વોર્નર અને સ્ટીવ સ્મિથ ઉપર પ્રતિબંધ લાગ્યા બાદ ટીમે નિરાશ કર્યા છે. આ સિવાય ટીમના મુખ્ય પસંદગીકારે તે વાતની જાહેરાત કરી કે પુકોવ્સકી, રૈનશો અને બર્ન્સ શ્રીલંકા અને ક્રિકેટ ઓસ્ટ્રેલિયા ઇલેવન વચ્ચે યોજાનારા ત્રણ દિવસીય પ્રેક્ટિસ મેચમાં પણ રમશે.

Previous articleકુલદીપ વિશ્વકપ માટે અમારી પ્રથમ પસંદગીનો સ્પિનર હશેઃ રવિ શાસ્ત્રી
Next articleછોકરીઓ પર શરમજનક કૉમેન્ટ કરતા હાર્દિક પંડ્યાને માંગવી પડી માફી