છોકરીઓ પર શરમજનક કૉમેન્ટ કરતા હાર્દિક પંડ્યાને માંગવી પડી માફી

873

ભારતીય ટીમનો યુવા અને સ્ટાઇલિશ ખેલાડી હાર્દિક પંડ્યા એકવાર ફરી સોશિયલ મીડિયા પર છવાયેલો છે. ઈજાનાં કારણે ટીમની બહાર ચાલી રહેલો હાર્દિક પંડ્યા ફિટ થઈને મેદાન પર પરત ફરી ચુક્યો છે. જો કે કરણ જોહરનાં શૉ ‘કૉફી વિથ કરણ’માં પહોંચેલો હાર્દિક પંડ્યા સોશિયલ મીડિયા પર ટ્રોલ થયો છે. શૉ દરમિયાન હાર્દિક પંડ્યાએ છોકરીઓને લઇને કેટલીક કૉમેન્ટ્‌સ કરી હતી જે દર્શકોની સાથે સાથે તેના ફેન્સને પણ પસંદ આવી નથી. જો કે ટ્રોલ થયા બાદ હાર્દિકે સોશિયલ મીડિયા પર માફી માંગી છે. ‘કૉફી વિથ કરણ’માં હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલ પહોંચ્યા હતા. અહીં હાર્દિકે કહ્યું કે, “હું જ્યારે ક્લબ જઉં છું ત્યારે છોકરીનું નામ પણ નથી પુછતો. જે ટેક્સ્ટ મેજેસ કોઇ એક છોકરીને મોકલું છું એ જ બીજી છોકરીને પણ મોકલું છું.” શૉમાં આપેલું આ નિવેદન દર્શકોને પસંદ નથી આવ્યું. એપિસોડ જોયા બાદ સોશિયલ મીડિયા પર તેને ‘શરમજનક’ અને ‘મહિલા વિરોધી’ કહેવામાં આવ્યો છે. કેટલાક યૂઝર્સે હાર્દિક પંડ્યાને ક્રિકેટનો રાખી સાવંત ગણાવ્યો છે.

ટ્રોલ થયા બાદ હાર્દિક પંડ્યાએ માફી માંગી અને કહ્યું કે, ‘મારા દ્વારા શૉમાં કરવામાં આવેલી ટિપ્પણી પછી, હું એ તમામ લોકોની માફી માંગુ છું જેમને મે દુઃખ પહોંચાડ્યું હોય. હું ઈમાનદારીથી શૉની સાથે થોડોક આગળ વધી ગયો હતો. કોઇપણ રીતે મારો મતલબ કોઇને પણ દુઃખ પહોંચાડવાનો નહોતો.’

બીસીસીઆઈએ શોમાં પંડ્યાએ કરેલી ટીપ્પણીને મૂર્ખતાવાળી અને શરમજનક ગણાવી છે. તે સાથે જ ચેતવણી પણ આપી છે. બોર્ડ આ પ્રકારના ચેટ શોમાં ખેલાડીઓના સામેલ થવા વિશે પ્રતિબંધ લગાવવા વિશે પણ વિચાર કરી રહ્યા છે. બીસીસીઆઈ જો આ વિશે નિર્ણય લેશે તો ક્રિકેટર્સ ભવિષ્યમાં કોઈ પણ ચેટ શોમાં ભાગ નહીં લઈ શકે. સીઓએ પ્રમુખ વિનોદ રાયે જણાવ્યું કે, અમે હાર્દિક પંડ્યા અને લોકેશ રાહુલને તેમની ટીપ્પણી માટે કારણ દર્શાવો નોટિસ પાઠવી છે. તેમણે ૨૪ કલાકની અંદર ખુલાસો કરવો પડશે.

Previous articleશ્રીલંકા સામેની ટેસ્ટ સિરીઝ માટે ઓસ્ટ્રેલિયન ટીમ જાહેર, ત્રણ ખેલાડી બહાર
Next articleરણજી ટ્રોફીઃ મધ્ય પ્રદેશ ૩૫ રન પર ઓલઆઉટ