માણસ, સંસ્થા અને રાષ્ટ્ર બહારથી સ્વચ્છ અંદરથી પવિત્ર હોવા જોઈએ – પૂ. મોરારિબાપુ

782

આંબલા ખાતે ગ્રામ દક્ષિણામુર્તિ લોકશાળાના વાર્ષિકોત્સવ તથા સભાગૃહ ભોજનાલય શુભારંભ પ્રસંગે મોરારિબાપુએ કહ્યું કે માણસ, સંસ્થા અને રાષ્ટ્ર બહારથી સ્વચ્છ અને અંદરથી પવિત્ર હોવા જોઈએ, અહિં ભુતપુર્વ વિદ્યાર્થી – કાર્યકરો સામેલ થયા હતાં.

ગ્રામ દક્ષિણામુર્તિ લોકશાળા આંબલા તથા મણારનો વાર્ષિકોત્સવ આજેઅ ાંબલા ખાતે યોજાયો આ સાથે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા અનુદાન, મધુકરભાઈ ઓઝા, દાન તથા સંસ્થાના ભંડોળ અંતર્ગત આબલા ખાતે નવનિર્મિત સભાગૃહ અને ભોજનાલયનો શુભારંભ મોરારિબાપુ દ્વારા તસ્વીરો પરલેખન કરીને કરવામાં આવેલ અહીં રવુબાપુની ઉપસ્થિતિ રહી હતી. મોરારિબાપુએ તેમના ઉદ્દબોધન આશીર્વચનમાં કહ્યું કે, સાધક અને અધ્ય્ત્મક યુવાનો હોવો જોઈએ આર્થાત્‌ વિદ્વાના સંદર્ભમાં તેમ જણાવ્યું.  ગ્રામ દક્ષિણા મુર્તિના સ્થાપક સંબંધકે એવા નાનાદાદા, મુળશંકરદાદા, મનુદાદા તથા બુચ દાદાના સ્મરણ સાથે મણાર અને આંબલાની આ બંને સંસ્થાઓ મુલ્યવાન અને શીલવાન હોવાનું જણાવ્યું અને મોરારિબાપુએ વ્યક્તિતા અને આવી સંસ્થાના અંતઃકરણ મન, બુધ્ધ, ચિત્ર અને અહંકાર (કેટલાક અર્થમાં ગોરવ) વિશે મનનીય વાત કરી. આ પ્રસંગે પ્રારંભે સંસ્થાના વડા અરૂણભાઈ દવેએ આવકાર ઉદ્દબોધનમાં નૈતિકતા સાથે ધાર્મિકતા પર ભાર મુકયો અને એ કામ આપણા શીક્ષકોનું ગણાવ્યું બુચદાદાની પુણ્યતિથિ સાથે આ સંસ્થાનો વાર્ષિકોત્સવ યોજવા અને કેટલીક વિકાસની વાત કરી ગૌરાંગભાઈ વોરાના કાર્યક્રમ સંચાલન સાથે પ્રારંભે અને સમાપને વિદ્યાર્થીઓના સંગીત વૃંદે સુંદર રીતે શાંતિપાઠ, સ્તુતિગાન  વગેરે રજુ કર્યા. સંસ્થાની નિયામક સુરશંગભાઈ ચૌહાણે સંસ્થાનો અહેવાલ, વિકાસની વાત સાથે થયેલી વિવિધ પ્રવૃત્તિના વિગતો આપી.

Previous articleવિવિધ માંગણી સાથે કિસાન સંઘે આવેદન પત્ર આપ્યું
Next articleપ્રજાસત્તાક પર્વની ઉજવણીના આયોજન નિમિત્તે ઉમરાળા ખાતે યોજાયેલી બેઠક