કલોલમાં ગુરૂ ગોવિંદસિંઘજીની ૩૫૩મી જન્મ જયંતિ ઉજવાઇ

0
239

કલોલ બસસ્ટેન્ડ પાસે ગુરૂદ્વારામાં ગત ૫મી,જાન્યુઆરી શનિવારે શ્રીગુરૂસિંઘ સભા શીખ પંથના સર્બંસદાની ૧૦માંગુરૂ શ્રીગુરૂ ગોબિંદસિંઘજી મહારાજ ની ૩૫૩મી જન્મ જયંતિની શીખ સમાજ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

સવારથી બપોર સુધી મનીલા (ફીલીપાઇન્સ)થી પધારેલ જ્ઞાની મંજેશસિંઘના રાગી જથ્થા દ્વારા ઉપસ્થિત સત્સંગીઓને ભજન કિર્તન તથા વ્યાખ્યાનનો લાભ આપ્યો હતો. રાત્રે ભજન કિર્તન તેમજ ગુરૂ ગોવિંદજી મહારાજનો જન્મ પ્રસંગ ઉજવવામાં આવ્યો હતો. લંગર(ભોજન પ્રસાદ)નો લાભ લોકોએ લીધો હતો. શોભાયાત્રા શીખ સમાજે કાઢી હોવાનું અશોકસિંગ છાબડાએ જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here