વાયબ્રન્ટ વખતે મહાનુભાવો સાથે વર્તનના પોલીસને પાઠ : વેલકમ, થેક્યું અને સોરી પ્રયોજવા

796

મહાત્મા મંદિરમાં ૧૮થી ૨૦ જાન્યુઆરી વાઈબ્રન્ટ સમિટ યોજાશે. જેમાં વિદેશી ડેલીગેટ્‌સ, ઉદ્યોગપતિઓ,વીવીઆઈપી મહાનુભાવો મોટી સંખ્યામાં આવશે. આ મહેમાનો સાથે પોલીસનુ વાણી-વર્તન કેવું હોવું જોઈશે તથા તેમના સિક્યુરિટી ચેકિંગ દરમ્યાન ખાસ શું તકેદારી રાખવી પડશે તે સહિતના ૧૫૦૦ થી વધુ પોલીસ અધિકારી-જવાનોને મેનર્સ એન્ડ એટીકેટ્‌સ ના પાઠ શીખવવામા આવ્યા હતા. ટ્રેનરે સલાહ આપી હતી કે ફાકડું અંગ્રેજી ભલે ન આવડે સોરી, થેંક્યુ, વેલકમ શબ્દો યાદ રાખી લેવા. પાટનગર ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં ૧૮થી ૨૦ જાન્યુઆરી વાઈબ્રન્ટ સમિટ યોજાશે. જેમાં વિદેશી ડેલીગેટ્‌સ, ઉદ્યોગપતિઓ, વીવી આઈપી મહાનુભાવો મોટી સંખ્યામાં આવશે. ત્યારે આ મહેમાનો સાથે પોલીસનુ વાણી-વર્તન કેવું હોવું જોઈશે તથા તેમના સિક્યુરિટી ચેકિંગ દરમ્યાન ખાસ શું તકેદારી રાખવી પડશે તે સહિતના ૧૫૦૦થી વધુ પોલીસ અધિકારી -જવાનોને મેનર્સ એન્ડ એટીકેટ્‌સ ના પાઠ બુધવારે શીખવવામા આવ્યા હતા.

બુધવારે સવારે મહાત્મા મંદિર ખાતે સેમિનારનું આયોજન કરાયું હતું જેમાં ટ્રેનરે સલાહ આપી હતી કે મહેમાનો આવે ત્યારે ચહેરો હસતો રાખજો અને નમ્રતાથી વાત કરજો.

મહાત્મા મંદિરમાં વાઇબ્રન્ટ સમિટ યોજાશે. જેમાં દેશ-વિદેશથી આવતા મહાનુભાવો સાથે કેવી રીતે વર્તન કરવું, આવનાર મહેમાન રાજ્યની પોલીસની કામગીરીથી ખુશ થાય તે પ્રમાણેનું વર્તન કરવા માટે ખાસ ટ્રેનિંગ અપાઈ હતી. મહાત્મા મંદિરમાં ૭૦૦ જેટલા પોલીસ અધિકારી-જવાનોને ડ્‌યુટી સોંપાઈ છે જેઓ તમામ કોર્પોરેટ લૂકમાં જોવા મળશે. કોન્સ્ટેબલ-હેડ કોન્સ્ટેબલ ફોર્મલ કપડાં પર કોટી અને તેનાથી ઉપરના અધિકારીઓ બ્લેઝરમાં જોવા મળશે. ત્યારે કપડાં સાથે બંદોબસ્તમાં તૈનાત પોલીસ અધિકારી-કર્મચારીઓ વર્તનમાં પણ ફેરફાર લાવવા માટે મહાત્મા મંદિર ખાતે બુધવારે ખાસ સેમિનાર યોજાયો હતો. જેમાં હાજર રહેલાં ૧૫૦૦ અધિકારી-કર્મચારીઓને વાણી-વર્તન સુધારવા ઉપરાંત સામાન્ય એટીકેટ્‌સ અને મેનર્સની માહિતી અપાઈ હતી. પોલીસની છાપ ખરાબ છે તેનુ મુખ્ય કારણ તેમના વાણી વર્તન છે. તેને ધ્યાને લઈને આ વિશેષ સેમિનાર યોજીને છાપ સુધારવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ત્રણ સેશનમાં યોજાયેલા આ સેમિનારમાં પોલીસ અધિકારી-કર્મચારીઓને માહિતી અને માર્ગદર્શન પૂરું પડાયુ હતુ.

Previous articleકલોલમાં ગુરૂ ગોવિંદસિંઘજીની ૩૫૩મી જન્મ જયંતિ ઉજવાઇ
Next articleહિરાસર નજીક ૨૫૦૦ એકર વિસ્તારમાં નવું ગ્રીનફિલ્ડ એરપોર્ટ બનશે