ગાંધીજીની પ્રતિમાનું લોકાર્પણ કરવા મોદી ૩૦ જાન્યુ.એ ગુજરાત આવશે

0
360

સરદાર સરોવર ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટિ બનાવ્યા બાદ સરકાર દ્વારા ઐતિહાસિક દાંડી ખાતે દાંડી સ્મૃતિ યાત્રા પ્રોજેક્ટનું લોકાપર્ણ માટે તૈાયરી થઈ રહી છે. આગામી ૩૦ જાન્યુઆરીના રોજ વડા પ્રધાનનો દક્ષિણ ગુજરાતનો સંભવિત પ્રવાસ હોવાથી આ પ્રોજેકટ વડા પ્રધાનના હસ્તે ખુલ્લો મુકાય તે માટે કવાયત શરૃ થઈ ગઈ છે. દાંડી  ખાતે બનાવાયેલા આ પ્રોજેક્ટમાં ગાંધીજી સાથે દાડી યાત્રામાં જોડાયેલા ૮૦ સ્વાતંત્ર્ય સેનાનીના પુર્ણ કદની પ્રતિમા બનાવી દેવામાં આવી છે.

નવસારી નજીક આવેલા  ઐતિહાસિક દાંડી માટે હેરીટેજ રોડ સહિત અનેક જાહેરાત કરવામાં આવી હતી પણ દાંડીને ઐતિહાસિક સ્થળ તરીકે વિકસાવવા માટે કોઈ મોટુ આયોજન થયું ન હતું. જોકે, હાલમાં દાંડી ખાતે ૧૬ એકરની જગ્યામાં દાંડી યાત્રા પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ ૩૦ જાન્યુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ખુલ્લો મુકવામા આવે તેવી કવાયત થઈ રહી છે.

નવસારીના સાંસદ સી.આર.પાટીલે કહ્યું હતું કે, દાંડી ખાતે ૧૬ એકરમાં બનાવેલા આ પ્રોજેકટમાં ગાંધીજી સાથે દાડી યાત્રામાં જોડાયેલા ૮૦ સ્વાતંત્ર્ય સેનાનીની પુર્ણ કદની પ્રતિમા બનાવવાનું મુશ્કેલ કામ પુરૃ ક રી દેવાયું છે. આ ઉપરાતં આ જગ્યાએ લાઈટ માટે ૪૨ સોલાર ટ્રી બનાવવામાં આવ્યા છે તેમાંથી જ આખા પ્રોજેક્ટની લાઈટ પુરી પાડવામાં આવશે. તેઓએ વધુમાં કહ્યું હતું, આ જગ્યા એ છ લાખ લીટર પાણીનું તળાવ છે અને ચાર લાખ લીટર પાણીની અન્ડર ગ્રાઉન્ડ ટાંકી પણ બનાવી છે.  આથી કેન્દ્ર સરકાર દ્વારા આ ઐતિહાસિક સ્થળ દાંડી ખાતે મહાત્મા ગાંધીજીનું સ્મરણ જળવાઈ રહે તે માટે સ્થળને વિકસાવવાનો નિર્ણય કરાયો છે. જેના ભાગરૂપે નવસારીથી લગભગ ૨૦ કિલોમીટર દૂર દાંડી ખાતે કેન્દ્ર સરકારે ૭૨ કરોડથી વધુના ખર્ચે અહીં મહાત્મા ગાંધીની પ્રતિમાનું તળાવ અને ગાંધીજીના આબેહૂબ ચિત્ર સાથેની વિશાળ ગેલેરી બનાવી છે. આ જગ્યાએ મોટી જ્યોત કાયમી પ્રગટે તેવું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેવી રીતે સરદાર સરોવર ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટિ બનાવાયું છે તેવી જ રીતે દાંડીના ઐતિહાસિક સ્થળે બનાવવામાં આવેલી આ સ્મૃતિ ગુજરાત કે ભારત જ નહીં પરંતુ વિદેશના પ્રવાસીઓ માટે પણ આકર્ષણનું સ્થાન બની રહે તે માટે આયોજન કરવામાં આવી રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here