‘ઠાકરે’ જોડે જ રીલીઝ થશે ‘મણિકર્ણિકા’, કંગના રનૌત

0
261

બૉલીવુડમાં પોતાની ફિલ્મને સ્પેશિયલ ડેટ પર રિલીઝ કરવાનો ક્રેઝ હંમેશાં પહેલાથી રહ્યો છે. આવું જ કંઇક ૨૫ જાન્યુઆરીએ પણ જોવા મળી શકે છે, જેમાં બોલીવુડની અમુક મોટી ફિલ્મો આ સ્પેશિયલ દિવસે પોતાની ફિલ્મ રિલીઝ કરવા માંગે છે.

પરંતુ શિવસેના સુપ્રીમો બાબા સાહેબ ઠાકરે પર બનેલી ફિલ્મ ‘ઠાકરે’ને વધારે પ્રશંસકો જોવા જાય ત્યારે શિવસેનાએ આ ફિલ્મને સિંગલ રિલીઝ અપવાવાની કોશિશો શરૂ કરી દીધી છે. તેના કારણે ૨૫ જાન્યુઆરીએ રિલીઝ થવા જઇ રહેલી ફિલ્મ ‘ચીટ ઈન્ડિયા’એ પોતાની રિલીઝ ડેટ એક અઠવાડિયા પાછળ ખસેડી દીધી છે. પરંતુ તેમ છતાં ઠાકરેને ટક્કર આપવા માટે કંગના રનૌતની ફિલ્મ ‘મણિકર્ણિકાઃ ધ ક્વીન ઓફ ઝાંસી’ સિનેમાઘરોમાં રિલીઝ થવા તૈયાર છે.

બુધવારે મુંબઇમાં આ ફિલ્મને ખુબ જ સ્પેશિયલ અંદાજમાં મ્યૂઝિક લૉંચ કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here