સોનાક્ષી સિંહાએ ’કલંક’નું શૂટિંગ પૂરું કર્યું

0
475

ખમતીધર ફિલ્મ સર્જક કરણ જોહરની મેગાબજેટ અને મલ્ટિસ્ટાર ફિલ્મ કલંકના પોતાના હિસ્સાનું શૂટિંગ પૂરું થયાની ઔપચારિક જાહેરાત અભિનેત્રી સોનાક્ષી સિંહાએ કરી હતી.

સોનાક્ષીએ ટ્‌વીટર પર મૂકેલી નોંધમાં સરસ રીતે વાત કરતાં લખ્યું, ’નવા વર્ષનો આરંભ અને મારા કલંકના હિસ્સાની પૂર્ણાહુતિ બંને સાથે થયાં છે… મને કામ કરવાની ખૂબ મજા પડી… આખી ટીમ સુસજ્જ હતી…ફટાફટ કામ થતું હતું… તમને સૌને જલદી જોવા મળે એવી અધીરાઇ હું અનુભવી રહી છું…

કરણની આ ફિલ્મમાં એના માનસ સંતાન સમી આલિયા ભટ્ટ, સિનિયર અભિનેતા સંજય દત્ત, માધુરી દીક્ષિત, વરુણ ધવન અને આદિત્ય રોય કપૂર ચમકી રહ્યાં છે. અભિષેક વર્મન એના ડાયરેક્ટર છે. આ ફિલ્મ ચાલુ વર્ષના એપ્રિલની ૧૯મીએ રજૂ કરવાની કરણ જોહરની યોજના છે એમ પણ જાણવા મળ્યું હતું.

સોનાક્ષીએ ટ્‌વીટર પર મૂકેલી નોંધમાં સરસ રીતે વાત કરતાં લખ્યું, ’નવા વર્ષનો આરંભ અને મારા કલંકના હિસ્સાની પૂર્ણાહુતિ બંને સાથે થયાં છે… મને કામ કરવાની ખૂબ મજા પડી… આખી ટીમ સુસજ્જ હતી…ફટાફટ કામ થતું હતું… તમને સૌને જલદી જોવા મળે એવી અધીરાઇ હું અનુભવી રહી છું…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here