ઘોઘાના નવાગામની સીમમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો : આરોપી ફરાર

0
946

ભાવનગર જિલ્લાના ઘોઘા પો.સ્ટે.ના પીએસઆઈ જે.એચ. સીસોદીયાને મળેલી પૂર્વ બાતમીના આધારે નવાગામની સીમમાં દરોડો પાડી ઈંગ્લીશ દારૂની ૮ પેટી (૯૬ બોટલ)નો જથ્થો ઝડપી લીધો હતો. જો કે, આરોપી નાસી છુટ્યો હતો.

બનાવ અંગે મળતી વિગતો મુજબ, ઘોઘા પો.સ્ટે.ના પીએસઆઈ સીસોદીયાને મળેલી બાતમીના આધારે નવાગામની સીમમાં આવેલી વાડીમાં પ્રહલાદસિંહ ઉર્ફે પેલુભા છેલુભા ગોહિલ ઈંગ્લીશ દારૂની બોટલ રાખી વેચતો હોવાની હકીકતના આધારે દરોડો પાડતા વાડીમાંથી ઈંગ્લીશ દારૂની ૯૬ બોટલ કિ.રૂા.ર૮,૮૦૦નો મુદ્દામાલ કબ્જે કરી તેના વિરૂધ્ધ પ્રોહિબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરેલ. આ કામગીરીમાં સ્ટાફના એ.વી. ચુડાસમા, એ.એમ. મોરી, એચ.એન. ગોહિલ, એમ.એચ. વાઢેર, ગીરીરાજસિંહ જાડેજા તથા યશપાલસિંહ ગોહિલ જોડાયા હતા.

તળાજાના પાવઠી ગામે ઈંગ્લીશ દારૂ સાથે બે શખ્સો ઝડપાયા

તળાજાના પાવઠી ગામે પોલીસે દરોડો પાડી ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી લીધા હતા. પોલીસને મળેલી પૂર્વ બાતમીના આધારે પાવઠી ગામે દરોડો પાડી હરેશ નાનજીભાઈ ડાભી તથા દાના માવજીભાઈ ડાભીની ઈંગ્લીશ દારૂની પ૬ બોટલ કિ.રૂા.૧૦,૭ર૦ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી તળાજા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

મેમણ કોલોનીમાંથી દારૂ-બિયર સાથે એક ઝબ્બે

શહેરના ભરતનગર મેમણ કોલોની, બે માળીયા, રૂમ નં.૧૯૭૧માં આર.આર. સેલની ટીમે દરોડો પાડી અલ્તાફ નુરમહંમદ મેમણની ૧૪ નંગ ઈંગ્લીશ દારૂની બોટલ તથા રર બિયરના ટીન કુલ રૂા.૮,૪૦૦ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી પ્રોહિ. એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here