હાર્ટએટેક પેહલા લઇ લ્યો રીટેક

0
884

નમસ્કાર, વડડકમ, સતશ્રીકાલ, કેમ છો સારું છે આ ભારત દેશ અમારું છે. ભારત દેશની ૧૨૫ કરોડ જનતાને શિયાળાની શીતળ સવારના ગુડમોર્નિંગ અને સુપ્રભાત. ફરીએકવાર તર્ક વિતર્કનો વિષય લઈને આપણી સમક્ષ આજે હું પ્રસ્તુત કરી રહ્યો છું નવો વિષય જે આપણા જીવન અને મરણ સાથે સંકળાયેલો છે. જેમ દરેક ઘરનો દરવાજો હોય છે તેવીજ રીતે દરેક જીવને જીવવા માટેનો રસ્તો છે તેનું નામ છે હૃદય. અંગેજીમાં હાર્ટ, હિન્દીમાં દિલ અને શુદ્ધ ગુજરાતી ભાષામાં જેને હૃદય નામથી ઓળખીએ છીએ તે છે આપણા શરીરનો આધારસ્તંભ કે જેના વગર કોઈ પણ મનુષ્ય, પશુ કે પંખી જીવી શકતું નથી. દેખાવમાં સાવ નાનું અને નાજુક આપણું હૃદય આપણા શરીરની મહત્વ ભૂમિકા ભજવે છે. સતત રાત અને દિવસ, ઠંડી કે ગરમી કે વરસાદની પરવાહ કર્યા વગર સતત ને સતત તે કાર્યશીલ રહે છે. આજે તમે કોઈની મદદ કરો તો સામે છેડે તે તમારા પાસે કોઈ વ્યહવાર કે વસ્તુની આશા રાખે છે અને કામ પતિ ગયા પછી તે આપણા સાથે કામ પૂરતું કામ રાખે છે પરંતુ હૃદય જ એક એવી વસ્તુ છે કે જે આપણા જન્મથી લઈને મરણ પથરીના અંતિમ શ્વાસ સુધી આપણી સારવાર રાખે છે અને સામા છેડે આપણા શરીરના આ મહત્વના દાગીનાને સાચવવાની જગ્યાએ એલફેલ રીતે તેને નુકશાન પોહ્‌ચાડીને આપણે આપણા પગ પર કુલ્હાડી મારવા જેવું કામ કરીએ છીએ. ધંધો હોય કે સમાજ હોય એક પ્રથા છે જરૂર પડે તમે જો આપો અને જરૂર પડે ત્યારે લઇ જાવ તો જ તમને લોકો બોલાવે છે અને તમે સમાજમાં રહી શકો છો જયારે આપણું હૃદય કે જે આપણા પાસે ફક્ત એક જ વસ્તુ માંગે છે કે શુદ્ધ અને સારો ખોરાક અને વગર ટેન્શનની જિંદગી. માન્યું કે ટેન્શન વગરની જિંદગી અત્યારે સંભવત નથી અને તરણ કાઢતા જાણવા મળ્યું છે કે સરરેશ ૧ લાખ વ્યક્તિએ ૨૩૨ વ્યક્તિનું મૃત્યુ હૃદયને લગતી બીમારીથી થાય છે. હૃદયને લગતી બીમારીનું મૂળભૂત કારણ છે વાસી ખોરાક, અતિરેક પ્રમાણમાં ખવાતું તીખું અને તળેલું, જંકફૂડ,નબળી પાચન શક્તિ અને ટેન્શન  . દિનચર્યાથીજ સરુવાત કરીએ તો આપણને સવાર સવારમાં નાસ્તામાં બ્રેડ ટોસ્ટ કે બિસ્કિટ સિવાય ચાલતું નથી જેના પરિણામે શરીરમાં મેંદાનો ખોરાક વધે છે અને પાચન ક્રિયા નબળી પાડે છે અને પેટ તથા શરીરમાં લોહીનું પરિભ્રમણ અટકાવે છે એનો મતલબ એમ થયો કે સવાર પડેને આપણે આપણા પેટને જેવું તેવું ભોજન આપીએ છીએ પરંતુ આપણા હૃદયનું ભોજન એટલે કે લોહી બને તેવો ખોરાક લેતા નથી અને તેને અપૂરતા પ્રમાણમાં રાખીએ છે જેથી ઘણા લોકોને લો બીપીના કારણે ચક્કર આવે છે. સવાર બાદ આવે છે મધ્યાહન ભોજન, બપોરના ભોજનમાં શાક રોટલી ઓછા અને ખમણ,પેટીસ, અને સમોસા વધારે હોય છે જેથી કરીને પૂરતું પેટ ભરાતું નથી અને કટાણે ભૂખ લખે તેમજ વધુપ્રમાણમાં તીખા અને તળેલા અને આથાવાળા ખોરાકથી ફરીએકવાર પાચન ક્રિયાને મંદ પાડે છે. સવાર અને સાંજ પછી આવે છે રાત્રીના ડિનરની કે જેમાં આપણને શાક ભાખરી કે ખીચડી કઢી ભાવતા નથી એટલે સાંજે પણ ફરી એક વાર અપને ફાસ્ટ ફૂડ જ પસંદ કરીએ છીએ અને પરિણામે સાંજે પણ આપણા પેટને પૂરતું ભોજન મળતું નથી એના પરિણામે સતત ને  સતત પેટની કબજિયાત વધતી જાય છે અને શરીરને લોહીની ઘટ થતી જાય છે. હવે તમે કેશો કે દરેકના જીવનમાં આવું નથી હોતો બધા બહારનું નથી ખાતા હોતા તો પછી તેમને હૃદય હુમલાનું કારણ શું હોય શકે તો તેનો જવાબ છે સતત બેઠાડુ જીવન, મેદસ્વીતા અને અતિશય પ્રમાણમાં ધુમાડાયુક્ત પદાર્થ એટલે કે સિગરેટ, બીડી કે હુક્કાનું વધારે પડતું સેવન આ પણ મુખ્ય કારણો છે કે જે આપણા હૃદયની અને આપણા જીવની ગાડીને ટૂંકમાં ઓલવી નાખવામાં સક્ષમ છે. મારા ધાર્યા મુજબ આપણે આપણા રોજિંદા ક્રમમાં થોડોજ ફેરફાર લાવીએ તો આપણે આપણા શરીરને વર્ષો વર્ષ સુધી નિરોગી, સુડોળ અને સ્લીમટ્રીમ રાખી શકીએ. સૌ પ્રથમતો ઉઠીને બ્રશ કર્યા વગર નઈણા કોઠે એક ગ્લાસ પાણી પીવો જોઈએ ત્યાર બાદ ૧૦-૧૫ મિનિટ માટે હળવું વ્યામ અને કસરત કરવી જોઈએ ત્યાર બાદ ઠંડુ ગરમ જે પાણી ફાવતું હોય તે પ્રમાણે સ્નાન કરીને પૂજા અર્ચના કરી ત્યાર બાદ સવારના નાસ્તામાં જ્યુસ અને ભરાવદાર નાસ્તો કે જેમાં પૌવા છે કે પછી ઉપમા કે પછી ખાખરા કે ઈડલી સંભાર જેથી સ્વાદનો સ્વાદ અને ચટાકો પણ મળી રહે છે. સવારના પાકા નાસ્તા પછી બપોરે જમવામાં દળ-ભાત-શાક અને રોટલી માપસર તેલ અને ઘી તેમજ માપસર મરચું,મીઠું અને ગરમ મસાલા, ત્યારબાદ ૫-૬ વાગ્યાના અરસામાં ભૂખ લાગે તો થોડાક એવા ડ્રાયફ્રૂઇટ કે પછી નાનું એક કેળું કે સફરજન અને થોડું પાણી આમ કરતા રાત્રીના ૮-૯ તો ચોક્કસ વાગી જ જાય છે અને ત્યારબાદ સાંજે ઘરે આવીને બપોરે રોટલી ખાધી હોય તો સાંજે ભાખરી ને દહીં તિખારી, રોટલો અને ખીચડી કે પછી ઘઉં બાજરાના થેપલા અને સાથે થોડોક સૂકો નાસ્તો. આમ આ દરેક વાનગીને તમારા સમય અનુસાર ગોઠવીને તમે પ્રયોગ કરો તો દરેક વસ્તુ અઠવાડિયામાં ૨ વાર આવશે અને રવિવારના છેલ્લા દિવસે જો તમારે મોજ શોખ ખાતર જવું હોય તો એક દિવસ રાત્રે સારી અને ચોખ્ખાઈ વળી હોટેલ પસંદ કરી અને મિત્રમંડળ સાથે એન્જોય કરો. આ હતી મારી યાદી મુજબની વાનગી હવે આમાંની એક પણ વાનગી એવી નથી કે જે તમારા શરીરને નુકશાન પોંહચાડે કદાચ થોડી વધુ પણ ખવાય જો પણ ઘરની બનેલી હોવાથી તે આપણા શરીરને નુકશાન નથી પોહ્‌ચાડતી. આ વાંચી અમુક લોકો કેસે કે તો મને આ નથી ભાવતું અને મારા ઘરે આ નથી બનતું તો તેનો સરળ ઉપાય છે રસોઈ શો કે જે દરેક હિન્દી અને ગુજરાતી એમ દરેક ચેનેલ પર રોજે રોજ અવંતીજ હોય છે અથવાતો તમને સમય ન હોય તો તમારા સમયે ઈન્ટરનેટમાં તમે ગમે ત્યારે ગમે તે વાનગીની જોઈને શીખી શકો છો અને બનાવી પણ શકો છો પછી તમે પણ ઘરે પીઝા અને પાસ્તા કે પછી મન્ચ્યુરયન અને દળ બાટી બનાવી શકો છો. મોટા ભાગના લોકોની ફરિયાદ એમ હોય છે કે તેમના ઘરે બનતું નથી અથવા તો તેમને ઘરે ભાવતું નથી માટે તેઓ બહારનું ખાવાનું પસંદ કરે છે પરંતુ જેમ અતિરેક પ્રમાણમાં લીધેલ અમૃત પણ વિષ બને એમ અતિરેક બહારનું ભોજન આપણા માટે ભકે સ્વાદે પ્રિયા પણ શરીને અપ્રિય બની જાય છે. લાબું જીવવા માટે ફક્ત પૈસા જ કામ નથી આવતા તમે ગમે તેટલું કમાવ પણ તમારું શરીર જ અસ્વસ્થ હશે તો દરેક સંપત્તિ રાખ બરાબર છે માટેજ આજથીજ ઘરનો ખોરાક અને શુદ્ધ લીલા છમ શાક-ભાજી તેમજ ફ્રૂટ અને ડ્રાયફ્રૂટને માપસર ખાવ અને પેટભરીને પાણી પીવો પછી જોવો તમારે ક્યારેય કોઈ ડોક્ટરની જરૂર નહિ પડે અને સદાય તમે નિરોગી સ્વસ્થ અને શરીરથી સ્વચ્છ રેહશો. બહારના ખોરાકથી ટેવાય ગયેલા લોકો માટે આ અઘરું છે પણ જીવન તમારું લાબું રાખવું હોય તો આ ૧૦૦% જરૂરી છે નહિ તો અત્યારની ટૂંક સમયની મઝા લાંબા સમયે આપણને સજા આપનાર બની રહેશે તો માટેજ પોતાના જીવન માટે અને પોતાના શરીર માટે આજથીજ જંક ફૂડને દૂર કરી જેમ આપણે ધંધામાં નુકશાન નથી ખમી શકતા તેવીજ રીતે આપણા શરીરને લાગતા મેદસ્વી અને ચરબીયુક્ત ખોરાકને ત્યજીને ગુણકારી અને પોષણ આપનારા તતવોનું સેવન કરીને જલ્દીથીથી મૃત્યુશય્યાની પથારી પર સુવાનું ટાળીએ બાકી સહુ કોઈ સમજુ છે અને શાણા છે તેથી કોઈને પણ કેહવાની જરૂર નથી પરંતુ મોડા મોડા આવેલી સમજણ નકામી છે તેમ જે થયું તેને ભૂલીને જગ્યા ત્યારથી સવાર સમજીને આપણા હૃદયને થતા નુકશાનથી બચીએ અને આપણા શરીરને તંદુરુસ્ત અને શશક્તિમાન રાખીએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here