મોડાસામાં નિઃ શુલ્ક “સર્વરોગ નિદાન કેમ્પ” નું આયોજન કરવામાં આવ્યું    

545

મોડાસામાં  નગરપાલિકા ટાઉન હોલ ચાર રસ્તા ખાતે શ્રમિક-મજદૂર તથા જાહેર જનતા માટે સર્વ રોગ નિદાન કેમ્પનું વિના મૂલ્યે આયોજન કરવામાં આવ્યું. જેમાં મોટી સંખ્યામાં શ્રમિકો મજદૂરોએ આ કેમ્પમાં નિદાનનો લાભ લીધો. આ આયોજનમાં ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી-અરવલ્લી, જિલ્લા-તાલુકા આરોગ્ય શાખા, નગરપાલિકા મોડાસા તથા ગાયત્રી પરિવાર-મોડાસાના સંયુક્ત ઉપક્રમે આયોજિત કરવામાં આવ્યો.

આ આયોજનમાં ગાયત્રી પરિવાર, મોડાસા દ્વારા વિશેષમાં વ્યસન મુક્તિ અભિયાન અંતર્ગત શ્રમિકો-મજદૂરોને તથા જાહેર જનતાને વ્યસનોથી થતાં નૂકશાન તથા વ્યસન છોડવા શું કરવું જોઈએ તેવાં માર્ગદર્શન હેતુ વિશેષ પ્રદર્શની લગાવવામાં આવી.   આ નિઃ શુલ્ક સેવા કેમ્પ આયોજનમાં તા.૧૧ જાન્યુઆરી સર્વરોગ નિદાન  તથા  ૧૨ જાન્યુઆરી ના રોજ થેલેસેમિયા નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું છે.

Previous articleશાળાનું તઘલખી નિર્ણયઃ ફી ન ભરનારા ૩૦૦ જેટલા વિદ્યાર્થીઓને પરિક્ષાથી અળગા રાખ્યા
Next articleગાંધીનગર ખાતે કરૂણા અભિયાન અંતર્ગત રેલી યોજાઇ