ગાંધીનગર ખાતે કરૂણા અભિયાન અંતર્ગત રેલી યોજાઇ

563

ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા વનસંરક્ષકની કચેરીના સંયુક્ત ઉપક્રમે કરૂણા અભિયાન અંતર્ગત નગરજનોમાં જાગૃત્તિ લાવવાના ઉમદા આશયથી બાઇક રેલી અને પગપાળા રેલીનું આયોજન ધ- ૪ નર્સરી ખાતેથી કરવામાં આવ્યું હતું. આ રેલીને જિલ્લાના નિવાસી અધિક કલેકટર એચ.એમ.જાડેજા અને જિલ્લા વનસંરક્ષક અધિકારી એસ.એમ.પાંડોરે લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવી હતી.

આ પ્રસંગે ગાંધીનગરના ૩૦૦ ટુ- વ્હીલર ચાલકોને દોરીથી બચવા માટેનું સેફટી ગાર્ડ તેમના વાહનમાં વિના મૂલ્યે લગાવી આપવામાં આવ્યું હતું. બાઇક રેલી ધ- ૪ નર્સરી થી ધ-૫, ચ-૫, વિધાનસભા, ચ-૩, ધ-૩ થઇને ધ-૪ નર્સરી ખાતે પરત આવશે. તેમજ વિવિધ શાળાના બાળકો દ્વારા ધ- ૪ નર્સરીથી કલેકટર કચેરી, ધ-૩ સર્કલ થી ધ-૪ નર્સરી સુધીની રેલી યોજવામાં આવશે. તે સમગ્ર માર્ગ પર જન જાગૃત્તિના નારા અને બેનર્સ સાથે ફરી હતી.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જિલ્લા વનસંરક્ષક કચેરીના એ.એસ.એફ એન.વી.ચૌધરી, ભરતભાઇ દેસાઇ સહિત જિલ્લા વન સંરક્ષકની કચેરીના કર્મયોગીઓએ ભારે જહેમત ઉઠાવી હતી.

Previous articleમોડાસામાં નિઃ શુલ્ક “સર્વરોગ નિદાન કેમ્પ” નું આયોજન કરવામાં આવ્યું    
Next articleકોંગ્રેસ લોકસભાની ચૂંટણી માટે તૈયાર  કામ નહિં કરનારને પાણીચું અપાશે