ચેટ શોમાં અભદ્ર કોમેન્ટ્‌ કરતા સિડની વન-ડેમાંથી હાર્દિક-રાહુલ આઉટ

0
570

ટીવી શો કોફી વિથ કરનમાં મહિલાઓ પર અશ્લિલ ટીપ્પણી માટે ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને બેટ્‌સમેન કે.એલ રાહુલને પહેલાં વન-ડેમાંથી પડતાં મુકાયા. બીસીસીઆઈના સીઓએ સાથેની ઈમેલ સાથેની વાતચીતથી જાણવા મળ્યું છે કે, ખેલાડીઓ સામે કડક પગલાં લેવાશે. જેમકે હાર્દિક પંડ્યા અને લોકેશ રાહુલ વિરુદ્ધ ૧૫ દિવસ સુધી તપાસ સમિતિ પણ બેસાડવામાં આવે તેવી શક્યતા છે. આમ, પંડ્યા અને રાહુલ ઓસ્ટ્રેલિયા સામેની સમગ્ર વન-ડે સિરીઝમાં બહાર થઈ શકે છે. આ બંને ખેલાડીઓને ભારત પરત બોલાવવાય તેવી પણ શક્યતા છે. નોંધનીય છે કે, તાજેતરમાં ટીવી શો ’કોફી વિથ કરન’માં હાર્દિક પંડ્યા તેમના સાથી કે.એલ રાહુલ સાથે આવ્યા હતા અને તે દરમિયાન તેણે મહિલાઓ વિશે અશ્લીલ કમેન્ટ કરી હતી. શો દરમિયાન હોસ્ટ કરન જોહરે બંને ખેલાડીઓ સાથે તેમના અંગત જીવન વિશે પણ વાત કરી હતી. પંડ્યાએ આ દરમિયાન તેના અંગત જીવન સાથે જોડાયેલા અમુક સવાલોના જવાબ આપ્યા હતા. પંડ્યાએ આ દરમિયાન ડેટિંગ, રિલેશનશિપ અને મહિલાઓ સાથે જોડાયેવા સવાલોના જવાબ પણ આપ્યા હતા અને તેના કારણે તેના ફેન્સ ખૂબ દુખી થયા હતા. પંડ્યાએ જણાવ્યું કે, તે તેના પરિવારજનો સાથે ખૂબ ટ્રાન્સપરન્ટ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here