શ્રીલંકા સામેની ટી-૨૦માં ન્યુઝીલેન્ડની ૩૫ રને જીત

0
253

ન્યુઝીલેન્ડે શ્રીલંકા સામેની પ્રથમ ટી-૨૦ ૩૫ રને જીતી હતી. ટૉસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરતા કેપ્ટ્‌ન લસિથ મલિંગા અને લસુથ રજિતાએ તરખાટ મચાવી અનુક્રમે ૨ અને ૩ ઝડપી હતી. જેના લીધે કિવિઝની અર્ધી ટીમ ૧૦ ઓવરમાં પેવેલિયન પરત થઈ ગઈ હતી. તે બાદ સ્કોટ કુગલીઆને ૧૫ બોલમાં ૩૫ અને દુગ બ્રેસવેલે ૨૬ બોલમાં ૪૪ રન કરી તેમને ૧૭૯ના સ્કોર સુધી પહોચાડ્યું હતું. જવાબમાં લંકાની ટીમ તરફથી થિસારા પરેરાના ૨૪ બોલમાં ૪૩ રન સિવાય અન્ય કોઈ બેટ્‌સમેન ૨૫ રનના અંક સુધી પહોંચી શક્યું ન હતું. કિવિઝ તરફથી લોકી ફર્ગ્યુસન અને ઈશ શોધીએ ૩-૩ વિકેટ લીધી જયારે ટિમ સાઉથી, સ્કોટ કુગલીઆ, ડગ બ્રેસવેલ અને મિચેલ સેન્ટનરે ૧-૧ વિકેટ લીધી હતી. તે સમયે લંકાની મેચ પર મજબૂત પકડ હતી. પરંતુ સ્કોટ કુગલીઆને ૧૫ બોલમાં ૪ છગ્ગા અને ૧ ચોક્કા સાથે ૨૩૩.૩૩ની સ્ટ્રાઇક રેટથી ૩૫ રન અને દુગ બ્રેસવેલે ૨૬ બોલમાં ૫ છગ્ગા અને ૧ ચોક્કા સાથે ૧૬૯.૨૩ની સ્ટ્રાઇક રેટથી ૪૪ રન કરી મેચનું રૂપ બદલી નાખ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here