૨૦૨૧માં મોકલાશે ભારતનું પ્રથમ અંતરિક્ષ માનવ મિશન

533

ઈસરોએ ગયા વર્ષની સફળતાઓ ગણાવતા ગગનયાન મિશનની તૈયારીઓ વિશે જણાવ્યું. આ મિશન અંતર્ગત ત્રણ સભ્યોના ક્રૂ મેમ્બર્સ ઓછામાં ઓછા સાત દિવસ માટે અંતરિક્ષની યાત્રા પર જશે. જેના ફાઈનલ લોન્ચિંગ પહેલા બે માનવ રહિત મિશન પણ અંતરિક્ષમાં મોકલવામાં આવશે. મોદી સરકારે ગયા વર્ષે જ ૧૦ હજાર કરોડ રૂપિયાની મહત્વકાંક્ષી યોજનાને મંજૂરી આપી હતી.ઈસરોની સૌથી મોટી પ્રાથમિકતા ગગનયાન છે. પહેલી ડેડલાઈન અનમેન્ડ મિશન માટે ડિસેમ્બર ૨૦૨૦ સુધીની નક્કી કરવામાં આવી છે. બીજી ડેડલાઈન અનમેન્ડ મિશન માટે જુલાઈ ૨૦૧૨ નક્કી કરવામાં આવી છે.

પહેલા માનવીય મિશન માટે ડિસેમ્બર ૨૦૨૧ સુધીનો સમય નક્કી કરવામાં આવ્યો હતો.

અંતરિક્ષ પર માનવ મિશન મોકલનારો ભારત દુનિયાનો ચોથો દેશ બનશે. ગગનયાન માટે શરૂઆતી ટ્રેનિંગ ભારતમાં હશે અને એડવાન્સ ટ્રેનિંગ રશિયામાં થઈ શકે છે. આ સાથે જ મહિલા અંતરિક્ષયાત્રી પણ આ ટીમનો ભાગ બનશે. અંતરિક્ષમાં સમાનવ મિશન માટે જરૂરી હાઈફાઈ ટેક્નોલોજીને વિકસાવી દેવામાં આવી છે. જેનાથી અંતરિક્ષયાત્રીઓ સાત દિવસ સુધી સ્પેસમાં રહી શકશે.

ઈસરો પ્રમુખના શિવને ૨૦૧૮ની સિદ્ધિઓને ગણાવતા કહ્યું કે, ‘ઘણા રોકેટ અને ઉપગ્રહોના પ્રક્ષેપણ કરવાની સાથે આ વર્ષ ઘણું વ્યસ્તતાવાળું રહ્યું છે. સૌથી મોટી સફળતા તો એ છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગગનયનની જાહેરાત કરવામાં આવી. આ એક બહું મોટી જાહેરાત હતી.

તેમણે જણાવ્યું કે, ગગનયાન મિશન પર છેલ્લા ચાર વર્ષથી કામ ચાલી રહ્યું છે. ક્રૂ મેમ્બર્સની ટ્રેનિંગ પર પણ કામ ચાલી રહ્યું છે. ક્રૂ મેમ્બર્સની પસંદગી ઈસરો અને આઈએએફ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવશે. ત્યારબાદ તેમને બે-ત્રણ વર્ષ સુધી ટ્રેનિંગ આપવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગયા વર્ષે સ્વતંત્રતા દિવસ પર ગગનયાન મિશનની જાહેરાત કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે, ૨૦૨૨માં આઝાદીનાં ૭૫ વર્ષ પૂર્ણ થતાં પહેલાં ભારત અંતરિક્ષમાં માનવ મિશન સાથે ગગનયાન પણ મોકલશે. ઇસરો પોતાની આ યોજનાને આગામી ૪૦ મહીનાની અંદર પૂર્ણ કરવા ઇચ્છે છે. સિવન અનુસાર, ૨૦૨૨ સુધી ગગનયાનની ડેડલાઇન છે. આ ખૂબ કસેલો કાર્યક્રમ છે. પરંતુ ઇસરો આને ગમે તે રીતે સીમાની અંદર જ અંજામ આપશે.

Previous articleપત્રકાર હત્યા કેસ : ગુરમિત રામરહીમ દોષિત જાહેર થયો
Next articleગઠબંધનની આજે ઘોષણા થઇ શકે : માયા-અખિલેશની બેઠક