જાફરાબાદમાં વિવિધ સરકારી કચેરીઓ જર્જરિત હાલતમાં

682

જાફરાબાદમાં આવેલી વિવિધ કચેરીઓ જર્જરિત હોવાથી ભારે હાલાકી ભોગવવી પડે છે તાકીદે ઘટતી કાર્યવાહી કરવા માંગ ઉઠવા પામી છે શહેરીજનો ઉગ્ર માંગણી કરી રહ્યા છે

જાણવા મળતી વિગત મુજબ જાફરાબાદ શહેરમાં આવેલી તાલુકા પંચાયત ઉપરાંત પંચાયત તેમજ રાજ્ય સરકાર હસ્તગત આવેલી વિવિધ સરકારી કચેરીઓ જર્જરિત છે આથી ભયનો માહોલ અરજ્દાર માં જોવા મળી રહ્યો છે  અમરેલી જિલ્લાનો છેલ્લો તાલુકો એટલે જાફરાબાદ જે અતિ પછાત છે આથી અહીં ૩૯ ગામોનો તાલુકો છે સરકારી કચેરીઓ જર્જરિત છે ઉપરાંત જાફરાબાદમાં આરોગ્ય સુવિધા મળી રહે તેમાં પૂરતા ડોકટરો નથી એમડી ગાયનેક હાડકાના ડોકટરો નથી આ બાબતમાં જાફરાબાદમાં યોગ્ય કરવા માંગણી ઉઠવા પામી છે

Previous articleઅંબિકા શાળાનો શૈક્ષણિક પ્રવાસ
Next articleદામનગર- લાઠીમાં શાળા આરોગ્ય તપાસ અંતર્ગત સંદર્ભ સેવા કેમ્પ