લેઉઆ પટેલ કેળવણી મંડળ દ્વારા આજે સરદાર ધામનું ભૂમિપુજન

0
185

ભારત અને વિશ્વભરમાં વિશિષ્ટ ઓળખ ધરાવતા પાટીદાર સમાજના યુવક અને યુવતિઓ અભ્યાસ સહિત વિવિધ ક્ષેત્રોમાં આગળ વધે તમાટે જરૂરી સુવિધાઓ વિકસાવવાના ઉદ્દેશ્ય સાથે તા. ૧રના રોજ લેઉવ પટેલ કેળવણી મંડળ, ભાવનગર સંચાલિત પોપટભાઈ એન. ડુંગરાણી (આકરૂ) સંકુલ સરદારધામના ભિમપુજન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.

સરદારધામના નિર્માણનો મુખ્ય ઉદ્દેશ્ય પાટીદાર સમાજના વિદ્યાર્થીઓને અભ્યાસ માટે જરૂરી તમામ સુવિધાઓ અને તાલીમ પ્રદાન કરવાનો છે. રાજયની યુવા શક્તિનો સર્વાંગી વિકાસ  થાય તેમજ નવી પેઢીને ઝડપથી પ્રગતિ કરીને લોકશાહીના ચાર આધારસ્તંભો રાજતંત્ર, વહીવટીતંત્ર, ન્યાયતંત્ર અને મિડિયાતંત્રમાં જોડાય તે માટે પ્રોત્સાહન આપવાનો, યુવાનોને ઉદ્યોગ સાહસિક બનાવવા માટે યોગ્ય માર્ગદર્શન મળી રહે તે માટે તાલીમ કેન્દ્રની પણ શરૂઆત કરવામાં આવશે જયાં વિવિધ વિષયોનો બહોળો અનુભવ ધરાવતા શિક્ષકો વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરિક્ષાઓ પાસ કરવા માટે માર્ગદર્શન અને સલાહ આપશે.  મિશન ર૦ર૬ અંતર્ગત સરદારધામના પાંચ લક્ષ્યબિંદુઓ એટલે કે પરવડે તેવા છાત્રાલય સાથે વિદ્યાર્થી દત્તક યોજના, જીપીએસસી -યુપીએસસી સિવિલ સર્વિસ પરીક્ષા કેન્દ્ર, સરકારી યોજના અને કારકિર્દી માર્ગદર્શન કેન્દ્ર, વેપાર – ઉદ્યોગ તાલીમ કેન્દ્ર તથા મીડિયા અને રાજનીતિજ્ઞ તાલીમ કેન્દ્રને સાકાર કરવા માટે તમામ સગવડ વિકસાવવામાં આવશે.  આ પ્રસંગે પ્રમુખ સેવક ગગજી સુતરિયા, મહામંત્રી જાદવભાઈ મોણપરા, ઉપપ્રમુખ ખીમજીભાઈ દેવાણી, ખજાનચી પોપટભાઈ ઈટાલિયા સહિત સમાજના અગ્રણીઓ અનુે શહેરના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here