એસ.પી., ડીવાયએસપી સહિત પ૬ પોલીસ જવાનોએ રક્તદાન કર્યુ

0
832

સર તખ્તસિંહજી જનરલ હોસ્પિટલની બ્લડબેંકમાં બ્લડની જરૂરીયાત ઉભી થતા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રવિણસિંહ માલને જણાવતા તેઓએ આજે તાત્કાલિક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ. જેમાં ડીએસપી માલ, ડીવાયએસપી મનિષભાઈ ઠાકર તથા અન્ય અધિકારીઓ અને કર્મચારીઓએ બ્લડ ડોનેશન કરેલ. આ કાર્યક્રમમાં ઈન્ડિયન મેડીકલ એસોસીએશનના પ્રમુખ ડો.કૈરવીબેન જોશી, ડો.ચિન્મયભાઈ શાહ તથા બ્લડ બેંક ઈન્ચાર્જ ડો.પ્રગ્નેશભાઈ શાહ હાજર રહેલ. આ કેમ્પને સફળ બનાવવા માટે ડીએસપી માલ, સીટી ડીવાયએસપી મનિષ ઠાકર, ડીવાયએસપી ચૌધરી, ડીવાયએસપી જાડેજા સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ અને બ્લડ બેંક સર ટી. હોસ્પિટલના સ્ટાફે જહેમત ઉઠાવેલ. આ બ્લડ ડોનેશન કેમ્પમાં કુલ પ૬ રક્તદાતાઓએ ઉત્સાહભેર રકતદાન કરેલ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here