મહેન્દ્રસિંહ ધોનીએ ૧૦ હજાર રન પૂરા કર્યા

0
329

ભારતીય ટીમના વિકેટકીપર બેટ્‌સમેન મહેન્દ્ર સિંહ ધોનીએ શનિવારે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ચાલી રહેલી પ્રથમ વનડેમાં ખાસ મુકામ હાસિલ કર્યો છે. આ મેચમાં ખાતુ ખોલતા ધોનીએ આંતરરાષ્ટ્રીય મેચોમાં ભારત માટે રમતા ૧૦ હજાર રન પૂરા કરી લીધા હતા. મહત્વનું છે કે, ધોનીના આંતરરાષ્ટ્રીય ૧૦ હજાર રન પહેલા જ પૂરા થઈ ગયા છે. પરંતુ તેમાંથી ૧૭૪ રન તેણે એશિયા ઠૈં તરફથી રમતા બનાવ્યા હતા.

ધોની પહેલા સચિન તેંડુલકર (૧૮૪૨૬), સૌરવ ગાંગુલી (૧૧૨૨૧), રાહુલ દ્રવિડ (૧૦૭૬૮), વિરાટ કોહલી (૧૦૨૩૫)એ ભારત માટે આ સિદ્ધિ મેળવી હતી. ધોનીએ આ સિદ્ધિ ૨૭૯મી ઈનિંગ (ભારત માટે રમતા)માં હાસિલ કરી છે.

ધોનીએ વનડે કરિયરમાં ૪૯.૭૪ની એવરેજથી રન બનાવ્યા છે. તે ૧૦ સદી અને ૬૭ અડધી સદી ફટકારી ચુક્યો છે. ટેસ્ટ ક્રિકેટમાં સંન્યાસ લીધા પહેલા તેણે ૯૦ મેચમાં ૩૮.૦૯ની એવરેજથી ૪૮૭૬ રન બનાવ્યા હતા. ટેસ્ટ કરિયરમાં તેણે ૬ સદી અને ૩૩ અડધી સદી ફટકારી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here