દુષ્કર્મ મામલે પોલીસે કરી રોનાલ્ડોનાં ડીએનએ સેમ્પલની માંગ

0
267

પોર્ટુગલના ફૂટબોલ સ્ટાર ક્રિસ્ટીયાનો રોનાલ્ડો પર લાગેલા દુષ્કર્મના આરોપમાં પોલીસે ડીએનએ સેમ્પલની માંગ કરી છે. પોલીસે રોનાલ્ડોના ડીએનએની માંગણી માટે ઇટાલીમાં હાજર અધિકારીઓને વૉરંટ મોકલ્યું છે. રોનાલ્ડો વર્તમાન સમયમાં ઇટાલીના ક્લ્બ યુકેંટસ માટે રમે છે. દુષ્કર્મ મામલે તપાસ અધિકારી એ જોવા માંગે છે કે પીડિતા કેથરીન માયોર્ગાના કપડાં પર રોનાલ્ડોનું ડીએનએ છે કે નહીં.

પોલીસની પ્રવક્તા લૌરા મેલ્ટજરે કહ્યું કે, “લાસ વેગાસ મેટ્રોપોલિટન પોલીસ ડિપાર્ટમેન્ટ આ મામલે ડીએનએના પુરાવાને એકત્ર કરવા એ જ પગલું લઈ રહી છે જે અન્ય કોઈ આરોપી વિરુદ્ધ લેવામાં આવે છે.

માયોર્ગાએ પોતાના સ્ટેટમેન્ટમાં કહ્યું હતું કે ૩૩ વર્ષીય રોનાલ્ડોએ ૧૦ વર્ષ પહેલા લાસ વેગાસની એક હોટલમાં તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. રોનાલ્ડો પર આ મામલે માયોર્ગાને આ મામલે ચૂપ રહેવા હસ્તાક્ષર કરાવ્યા હતા તેવો પણ આરોપ લગાવ્યો છે.

માયોર્ગાએ દાવો કર્યો છે કે તેને મોઢું બંધ રાખવા માટે ૩,૭૫,૦૦૦ ડોલરની ઓફર મળી હતી. મામલો નોંઘીને પોલીસે ફરીથી કાર્યવાહી શરૂ કરી છે. તેમાં મેડિકલ તપાસ ચાલુ છે. રોનાલ્ડો તેના પર લાગેલા આરોપને ખોટા ગણાવી ચૂક્યો છે. માયોર્ગાએ દાવો કર્યો છે કે તેને મોઢું બંધ રાખવા માટે ૩,૭૫,૦૦૦ ડોલરની ઓફર મળી હતી. મામલો નોંઘીને પોલીસે ફરીથી કાર્યવાહી શરૂ કરી છે. તેમાં મેડિકલ તપાસ ચાલુ છે. રોનાલ્ડો તેના પર લાગેલા આરોપને ખોટા ગણાવી ચૂક્યો છે.

રોનાલ્ડોના વકીલ પીટર એસ ક્રિસ્ટીનસેને કહ્યું કે, “રોનાલ્ડોએ હંમેશાંથી એજ કહ્યું છે કે ૨૦૦૯માં લાસ વેગાસમાં જે પણ થયું તેમાં બંને પક્ષની મંજૂરીથી થયું છે. તેથી ડીએનએ મોજુદ હશે તે આશ્ચર્યની વાત નથી.”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here