ઉ.પ્રદેશમાં બસપા-સપાનો  સાથે ચુંટણી લડવા નિર્ણય

0
206

કોઈ સમયે એકબીજાની સાથે રહેલા અને ત્યારબાદ એકબીજાના નજીકના દુશ્મન તરીકે રહેલા સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીએ ૨૫ વર્ષના લાંબા ગાળા બાદ ફરી એકવાર સાથે આવવાની ઐતિહાસિક જાહેરાત કરી હતી. સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ અને બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષ માયાવતીએ સંયુક્ત પત્રકાર પરિષદ યોજીને આ અંગેની જાહેરાત કરી હતી.

ઉત્તરપ્રદેશની ૮૦ લોકસભા સીટો પૈકી બંને પાર્ટી ૩૮-૩૮ સીટો ઉપર ચુંટણી મેદાનમાં ઉતરશે. કોંગ્રેસને ગઠબંધનથી બહાર રાખવાનો નિર્ણય કરાયો છે પરંતુ ગાંધી પરિવારના પરંપરાગત ગઢ અમેઠી અને રાયબરેલીમાં ગઠબંધન પોતાના ઉમેદવારને મેદાનમાં નહીં ઉતારવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો છે. માયાવતીએ કહ્યું હતું કે બાકી બે સીટો અન્ય પક્ષો માટે રાખવામાં આવી છે. બસપના વડાએ કહ્યું હતું કે જે રીતે ૧૯૯૩માં અમે સાથે આવ્યા હતા અને ભાજપને હાર આપી હતી તેવી જ રીતે આ વખતે પણ પરાજીત કરવામાં આવશે.

વડાપ્રધાનના દાવેદાર કોણ રહેશે આ પ્રશ્નનો જવાબ અખિલેશે સાવધાનીપૂર્વક ટાળી દીધો હતો અને કહ્યું હતું કે ઉત્તરપ્રદેશ સામાન્ય રીતે દેશના વડાપ્રધાન આપે છે. વડાપ્રધાન ઉત્તરપ્રદેશમાંથી જ રહે તેમ અમે ઈચ્છીએ છીએ. માયાવતીએ પત્રકાર પરિષદ દરમિયાન બે વખત કહ્યું હતું કે ૧૯૯૫માં ગેસ્ટ હાઉસ કાંડને ભુલીને અમે આગળ વધવા ઈચ્છુક છીએ. માયાવતીએ કહ્યું હતું કે લોહિયાના રસ્તા ઉપર ચાલી રહેલી સમાજવાદી પાર્ટીની સાથે ૧૯૯૩માં કાંશીરામ અને મુલાયમસિંહ યાદવ દ્વારા ગઠબંધન કરીને ચુંટણી લડવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ સંબંધમાં બસપના નેતા અને પૂર્વ મુખ્યપ્રધાન માયાવતીએ આજે જાહેરાત કરતા આને લઇને છેલ્લા કેટલાક મહિનાથી ચાલી રહેલી અટકળોનો અંત આવી ગયો  હતો. આજે બપોરે પત્રકાર પરિષદનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં માયાવતી અને અખિલેશ યાદવ બંને હાજર રહ્યા હતા.માયાવતીએ કહ્યુ હતુ કે ગેસ્ટ હાઉસ બનાવને ભુલીને અમે સાથે આવી રહ્યા છીએ. દેશમાં નવી રાજકીય ક્રાન્તિ આવે તેવા પ્રયાસ કરવામાં આવનાર છે. તેમણે કહ્યુ હતુ કે બંને પાર્ટીના લોકો અને કાર્યકરો આવી ઇચ્છા રાખી રહ્યા હતા. દેશના હિતમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે. વર્ષ ૧૯૯૩માં માયાવતી અને મુલાયમસિંહ યાદવ સાથે આવ્યા હતા પરંતુ ત્યારબાદ સ્થિતી જટિલ બની હતી. તમામ પત્રકારોને પહેલાથી જ આમંત્રણ આપી દેવામાં આવ્યુ હતુ.  સમાજવાદી પાર્ટીના નેતા રાજેન્દ્ર  ચોધરી અને બસપના રાષ્ટ્રીય મહાસચિવ સતીશ ચન્દ્ર મિશ્રા તરફથી તમામને આમંત્રણ આપી દેવામાં આવ્યુ હતુ. આ પહેલા રામ મંદિર આંદોલનના ગાળા દરમિયાન ૧૯૯૩માં સપા અને બસપનાની સાથે મળીને ચૂંટણી લડી હતી. ત્યારે  રાજ્યમાં ગઠબંધન સરકાર બનાવી  હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસ પાર્ટીને સામેલ ન કરવાનો નિર્ણય પહેલાથી જ કરવામાં આવ્યો હતો. ઉત્તરપ્રદેશમાં લોકસભાની ૮૦ સીટો રહેલી છે. બંને પાર્ટી ૩૭-૩૭ સીટો પર ચૂંટણી લડી શકે છે. જાણકાર લોકો કહે છે કે ગઠબંધનની સ્થિતીમાં તો ૨૫ વર્ષ પહેલાની જીતનુ પુનરાવર્તન થઇ શકે છે.

ગયા વર્ષે પ્રદેશની ત્રણ સીટો ઉપર યોજાયેલી પેટાચૂંટણીમાં  ગઠબંધનના કારણે જીત થઇ હતી.મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની ગોરખપુર સીટ સહિત ત્રણ સીટો ઉપર જીત મેળવી લેવામાં આવી હતી. આ ચૂંટણીને તમામ પાર્ટીઓને ભાજપની સામે એક કરવામાં મહત્વની ભૂમિકા અદા કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here