પોપટને આઝાદ નહિ કરો તો ખુલ્લા આકાશમાં કેવી રીતે ઉડી શકશે?ઃ આરએમ લોઢા

0
211

પૂર્વ ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા આરએમ લોઢાએ શનિવારે સીબીઆઈની આઝાદી પર વાત કરતા જણાવ્યું કે, “જ્યા સુધી પોપટને આઝાદ નહિ કરો, ત્યા સુધી તે ખુલ્લા આકાશમાં ઉડી જ નહિ શકે.” તેમણે વધુમાં કહ્યું કે, દેશની પ્રાથમિક તપાસ એજન્સી સીબીઆઈને સ્વતંત્ર રહેવુ પડશે. ઝ્રમ્ૈંની આંતરિક વિવાદો અને રાજકીય દખલ પર પૂર્વ સીજેઆઈએ કહ્યું કે, હવે કંઈક કરવાનો સમય આવી ગયો છે. સીબીઆઈને પ્રમુખ તપાસ એજન્સી બનાવવાના પ્રયાસ ચાલુ કરવા પડશે, જેથી સીબીઆઈની સ્વતંત્રતાને સુરક્ષિત રાખી શકાય. જસ્ટિસ લોઢાના કહ્યા પ્રમાણે સત્તાધારી પક્ષો સતત સીબીઆઈને નિયંત્રણમાં રાખવાના પ્રયાસો કરે છે.

આ વિચારો આગળ પણ આવા જ રહેશે તો આપણે  લડવું પડશે, તેઓ પહેલા પણ સીબીઆઈને પિંજરામાં બંધ પોપટ કહી ચુક્યા છે. પૂર્વ ચીફ જસ્ટિસે કહ્યું કે, હવે સમય આવી ગયો છે કે તપાસ એજન્સીઓને રાજકીય ષડયંત્રથી અલગ કરવી પડશે. દેશની મુખ્ય તપાસ એજન્સીઓને આઝાદી આપવી જોઈએ. જ્યાં સુધઈ તપાસ એજન્સીઓ રાજકારણ સાથે જોડાયેલી રહેશે ત્યાં સુધી આ પ્રકારની ઘટનાઓ બનતી જ રહેશે.  વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં સમિટિએ આલોક વર્માને સીબીઆઈનાં ડાયરેક્ટર પદેથી હટાવવાનો નિર્ણય કર્યો હતો. તેમને સિવિલ ડિફેન્સ, ફાયર સર્વિસેસ અને હોમગાર્ડ વિભાગનાં ડિરેક્ટર જનરલ બનાવાયા હતા. જેના એક દિવસ પછી જ આલોક વર્માએ રાજીનામુ આપી દીધુ હતુ.  રાજીનામું આપ્યા બાદ વર્માએ કહ્યું કે, ઉચ્ચ કક્ષાની સાર્વજનિક સંસ્થાઓમાં ભ્રષ્ટાચાર સામે લડત આપવા માટે સીબીઆઈ મુખ્ય તપાસ એજન્સી છે. આ એક એવી સંસ્થા છે જેની સ્વતંત્રતાને સુરક્ષિત કરવી પડશે,મેં હંમેશા સંસ્થાની અખંડિતતાને જાળવી રાખવાના પ્રયાસો કર્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here