દરિયામાં લાઈન ફિશીંગ ઉપર પ્રતિબંધ લગાવવા કરાયેલી માંગ

0
149

હાલમાં અમુક સ્વાર્થી અને માથભારે માચ્‌ઋીમારો દ્વારા અમુક પ્રકારની જેવી કે લાઈન ફિશીંગની પધધતિ દ્વારા ફિશીંગ કરવામાં આવે છે. જે માચ્છીમારો અને ગુજરાતના મત્સ્યોદ્યોગને અને દરિયાઈ પર્યાવરણને ખુબજ નુકશાન પહોંચાડી રહ્યા છે. આ પ્રકારની ફિશીંગ દ્વારા દરિયાઈ વનસ્પતિ જે નાની માછલીના ખોરાકના રૂપમાં છે અને સાથે નાની માછલીઓનું પણ નિકંદન કાઢી નાંખવામાં આવે છે.

આ પ્રકારની પધ્ધતિમાં ૬૦ થી ૭૦ બોટલ બાજુબાજુમાં અર્ધ ગોળાકાર લાઈનમાં ગોઠવાઈને એકી સાથે ત્રણથી ચાર કિલો મીટરનો વિસ્તાર આવીરેને એક સંગથીત પ્રકારનું રાક્ષસી સ્વરૂપ ધારણ કરે છે. આ વિસ્તારની એક પણ માછલી, વનસ્પતિ, માછલીને રહેવાની ખાંચાખુચી વાળી જગ્યાનો પુર્ણ પણે નાશ કરે છે અને આ વીસ્તારને એક પ્રકારે બંજર જમીન જેવો બની ખેડવા લાયક બનાવી દેવામાં આવે છે.  જો આ પ્રકારની પધ્ધતિથી ફિશીંગ ચાલુ રાખવામાં આવશે તો આખા ગુજરાતનો ૧૬૦૦ કિલોમીટરના દરિયામાં માછલીઓ નાશ પામશે અને ટુંકા સમયમાં જ દરિયાઈ માછલીઓ વિલુપ્ત  થીઈ જશે જેની સીધી અસર મત્સ્યોદ્યોગ ઉપર નિર્ભર અનુે માછલી ઉપર રોજીરોટી મેળવતા અસંખ્ય પરિવારો બેકાર બની જશે અને ગુજરાતનો મત્સ્યોદ્યોગ સંપુર્ણ ભાંગી પડશે સાથે એની મોટી અસર દેશના વિદેશી હુંડીયામણ ઉપર પણ પડશે. ં

આવી કપરી પરિસ્થિતિનું નિર્માણ ન થાય તે માટે ફીશરીઝ એકટમાં ફેરફાર કરી લાઈન ફિશીંગ ઉપર કાયદાકીય પ્રતિબંધ લગાવવામાં આવે અને દરિયાઈ સુરક્ષા કરતી કોસ્ટગાર્ડને કાયદાકીય સત્તા આપીને આ પ્રકારની ફિશીંગ કરતા સ્વાર્થી અને માથાભારે માચ્છીમારો ઉપર સખત કાર્યવાહી કરવામાં આવે. જેથી માચછીમારો અને મત્સ્યોદ્યોગના આવનાર ભવિષ્યને અધંકારમાં જતો બચાવી શકાય તેવી માછીમાર બોર એસો. દ્વારા રજુઆત કરવામાં આવેલ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here