અમદાવાદ રાજપાટ પાર્ટી પ્લોટ ખાતે ઓર્ગેનિક કૃષિ શિબિરનો સમાપન સમારોહ

827

અમદાવાદ રાજપાટ પાર્ટી પ્લોટ નિકોલ રિંગ રોડ ખાતે ઝીરો બજેટ કૃષિ શિબિરમાં ગુજરાત સહિત આંતરરાજ્યમાંથી પંદર હજાર કરતા વધુ ખેડૂતોની ઉપસ્થિતિમાં કૃષિના ઋષિ સુભાષજી પાલેકરનું ખર્ચ વગરની ખેતી તરફ વળોનું આહવાન આધ્યાત્મિક ખેતી ગાય આધારિત ખેતી અંગે વિસ્તૃત માર્ગદર્શન એક ગાયના ગોબરથી કેટલા એકર ખેતી કેટલું ઉત્પાદન કેટલી ગુણવત્તા સાથે પરમાર્થ થઈ શકે.  પ્રાકૃતિક ખેતી કરો ઝેર મુક્ત જીવન આવતા ભવિષ્ય માટે આધ્યાત્મિક ખેતી તરફ વળોની શીખ આપતા સુભાષજી પાકેકરની તા૮/૧થી શરૂ થયેલ ઓર્ગેનિક કૃષિ શિબિર તા૧૩/૧ પાંચ દિવસીય શિબિરમાં દિન પ્રતિદિન કૃષિકારોની સંખ્યા વધી રહી છે નિકોલ રિંગ રોડ રાજપાટ પાર્ટી પ્લોટમાં ચાલતી ઝીરો બજેટ કૃષિ શિબિરમાં રાસાયણિક દવા ખાતરોથી મૂળ ગુણવત્તા નાશ થાય છે સાથે જમીનમાં રહેલ રચનાસંપત્તિ બેકટેરિયા નાશ પામે છે ભારે પ્રદુષણ યુક્ત ઉત્પાદનો દરેક જીવાત્માઓ પર્યાવરણ પ્રકૃતિ માટે વિનાશ કારી દૂષિત બીજ ખાતર દવા બંધ કરો સ્વદેશી ઓર્ગેનિક ખેતી કરો જીવામૃતનો ઉપીયોગ કરો ઝેર મુક્ત જીવન જીવો અને જીવવા દો ની પ્રતિજ્ઞા સાથે પાંચ દિવસીય ઝીરો બજેટ કૃષિ શિબિરમાં પંદર હજારથી વધુ કૃષિકારોને આહવાન કરતા સુભાષજી પાલેકરનો ઝેર મુક્ત કૃષિ કરોડનો સંદેશ આપ્યો હતો.

Previous articleદરિયામાં લાઈન ફિશીંગ ઉપર પ્રતિબંધ લગાવવા કરાયેલી માંગ
Next articleવહીવંચા બારોટ સમાજ છાત્રાલયના લોકાપર્ણની ચાલતી તડામાર તૈયારી