વહીવંચા બારોટ સમાજ છાત્રાલયના લોકાપર્ણની ચાલતી તડામાર તૈયારી

1052

રાજકોટ યુવા બારોટ સોશીયલ ગ્રુપ દ્વારા આયોજીત રૂા. દોઢ કરોડના ખર્ચે વહીવંચા બારોટ સમાજ છાત્રાલય તેમજ વાડીનું લોકાર્પણ પુજય મોરારિબા,ુ રાજયમંત્રીઓ, વંશાવલી રાષ્ટ્રીય સંસ્થાના અધયક્ષ પ્રદેશ અધ્યક્ષની હાજરીમાં ૭ હજાર બારોટ સમાજની ઉપસ્થિતિમાં ર૪ કલાક વિવિધ  પ્રસિધ્ધ કલાકારો દ્વારા સંતવાણી કલાકારો જમાોટ કરશે.

રાજકોટ ખાતે યુવા બારોટ સોશીયલ ગ્રુપ દ્વારા આયોજીત વિશાળ અને દોઢ કરોડના ખર્ચે તૈયાર થયેલ વહીવંચા સમાજ છાત્રાલય તેમજ વહીવંચા બારોટ સમાજ વાડીનું લોકાર્પણ પુજય મોરારીબાપુના હસ્તે તાઉ ૧૪-૧ને સોમવારે રતનપર ખતે વહીવંચા મહોત્સવમાં ખાસ ઉપસ્થિતિમાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા, પ્રદેશ પ્રમુખ પ્રમુખ જીતુભાઈ વાઘાણી, સાંસદ પુનમબેન માડમ, પુર્વ સંસદીય સચીવ હિરાભાઈ સોલંકી, જયેશભાઈ રાદડીયા ધારાસભ્ય,  ગોવિંદભાઈ પટેલ ધારાસભ્ય, અરવિંદભાઈ રૈયાણી ધારાસભ્ય તેમજ અનેક રાજકીય મહાનુભાવો તેમજ વંશાવલી રાષ્ટ્રીય સંસ્થાના રાષ્ટ્રીય અધ્યક્ષ પરમેશ્વરજી બારોટ, રાજસ્થાન રાજયમંત્રી મહેન્દ્રસિંહ બોરાજ, પ્રદેશ વંશાવલી સંસ્થાના  અધ્યક્ષ શંભુજીરાવ બારોટ, યુવા પ્રકોષ્ઠ પ્રદેશ પ્રમુખ હિતેશભાઈ બારોટ, પ્રદેશ કોષધ્યક્ષ સતીષભાઈ બારોટ, રાજુલા બારોટ સમાજથી લઈ દરેક જીલ્લા તાલુકાનો બારોટ સમાજની ૭ હજારની સંખ્યા ઉપરાંત ઉપસ્થિતિ રહેશે. વહીવંચા મહોત્સવમાં ર૪ કલાકનો સંતવાણી કાર્યક્રમ, ભજન સમ્રાટ જગમાલભાઈ બારોટ, પુજય સંત લક્ષ્મણ બાપુ બારોટ, બીરજુભાઈ બારોટ, ગુલાબદાન બારોટ, જીગ્નેશ કવિરાજ, ગોપાલભાઈ બારોટ, ભાસ્કરભાઈ બારોટ, ઉમેશભભાઈ બારોટ હલોલ, ધમભા બારોટ, રાજુ બારોજ (દ્વારીકાનો નાથ) રાજુલા, કોકીલ કંઠી પુનમબેન બારોટ સહિત ૩૦ નામની અનામી કલાકારો દ્વારા ર૪ કલાક  સંતવાણી, તેમજ લોકસાહિત્યની જમાવટ થશ. જેની આજથી તડામાર તૈયારી કરતા રાજકોટ યુવા બારોટ સોશીયલ ગૃપના પ્રમુખ કનકભાઈ બારોટની આખી ટીમ તેમજ બારોટ સમાજના સેવાભાવી યુવાનોના ૧૩-૧ના દિવસે વિવિધ જિલ્લામાંથી આવી સેવા બજાવવા આજથી જ તડામાર તૈયારીઓ કરી રહ્યા છે.

Previous articleઅમદાવાદ રાજપાટ પાર્ટી પ્લોટ ખાતે ઓર્ગેનિક કૃષિ શિબિરનો સમાપન સમારોહ
Next articleજમનાકુંડ વાલ્મિકીવાસ આંગણવાડીમાં સ્વામિ વિવેકાનંદની જન્મ જયંતિની થયેલી ઉજવણી