રાજુલામાં રહેણાંકી મકાનમાંથી ઈંગ્લીશ દારૂ સાથે એક ઝડપાયો

0
464

રાજુલા ખાતે રહેણાંકી મકાનમાં પોલીસે દરોડો પાડીને ઈંગ્લીશ દારૂની ૧૪ બોટલ સાથે એક શખ્સને ઝડપી લીધો હતો.

રાજુલા પો.સ્ટ.ના ઈન્ચાર્જ પી.આઈ. ડી.એ.તુવરને મળેલી પુર્વ બાતમીના આધારે રાજુલા ખાતે સંદીપ ઉર્ફે વલકુ માણકુભાઈ વાળાના રહેણાંકી મકાનમાં દરોડો પાડતા ઈંગ્લીશ દારૂની અલગ-અલગ બનાવટની ૧૪ બોટલ કિ.રૂા. પ૬૦૦ તથા દારૂની હેરફેર માટે ઉપયોગમાં લીધેલી મોટર સાયકલ કિ.રૂા. ૧પ૦૦૦ મળી કુલ રૂા. ર૦,૬૦૦ના મુદ્દામાલ સાથે સંદીપ ઉર્ફે વકલુ રહે. મેઈનબજાર, રામજી મંદિર વાળાની ધરપકડ કરી પ્રોહીબીશન એકઠ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here