નાગેશ્રીના ઘોંસપુર ગામે જાહેરમાં જુગાર રમતા ૭ શખ્સો ઝડપાયા

0
256

આજરોજ અમરેલી એસઓજીના પોલીસ સબ ઇન્સ. આર.કે. કરમટા તથા ટીમ એસઓજીએ  નાગેશ્રી પોલીસ સ્ટેશન વિસ્તારનાં ઘોંસપુર ગામનાં ગૌચરની વીડમાં  જાહેરમાં જુગાર રમતાં સાત ઇસમો સલીમખાન ઇસ્માઇલખાન બ્લોચ, ગૌતમભાઇ જયમતભાઇ વરૂ, હારૂનભાઇ મહમદભાઇ સુમરા, હરેશભાઇ પરશોતમભાઇ સોલંકી, રહીમભાઇ મહમદભાઇ મલેક, કરણસિંહ ઘનશ્યામસિંહ ગોહિલ, યુનુસભાઇ કુલભાઇ સમાને ઝડપી લીધા હતાં.

જુગારની રેઇડ દરમ્યાન  સાલમભાઇ નસીબભાઇ કુરેશી  તથા દિલુભાઇ બદરૂભાઇ વરૂ નાસી છુટયા હતાં. ઉપરોકત આરોપીઓ જાહેરમાં પૈસા પાના વડે તીન પતીનો જુગાર રમતાં  રોકડ રકમ રૂા.૫૮૨૭૦/- તથા મોબાઇલ ફોન નંગ-૮ કિ.રૂ.૨૮૦૦૦/- તથા બેટરી કિ.રૂ.૧૦૦/- તથા મોટર સાઇકલ-૦૩ કિ.રૂ.૬૦,૦૦૦/- મળી કુલ રૂ.૧,૪૬,૩૭૦/-ના  મુદામાલ સાથે રેઇડ દરમ્યાન પકડાઇ ગયેલ હોય તેઓની સામે તેમજ નાશી ગયેલ ઇસમોની સામે ધોરણસર ફરીયાદ આપી નાગેશ્રી  પોલીસ સ્ટેશન ખાતે વધુ તપાસ અર્થે સોપી આપવામાં આવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here