રાજુલામાં ઓવરલોડિંગવાળા ૧૭ વાહનો ઝડપાયા

878

રાજુલા પંથકમાં કાર્યવાહી કરાઈ છે ત્યારે પીપાવાવ પોર્ટના રાજકીય ઓથ મેળવી આશરે ૧૦૦ જેટલા ટ્રેલરો કન્ટેનર ભરીને પોર્ટમાં તેમજ હાઈવે પર પરિવહન કરે છે આવા વાહનો સ્થાનિક તંત્રની ઢીલી નીતિથી દોડી રહ્યા છે. અસંખ્ય વખત અહીં અકસ્માતો થાય છે. નિર્દોષ વ્યક્તિઓના ભોગ પણ લેવાયા છે. આ બાબતે પીપાવાવ પોર્ટમાં દોડતા અને રાજકીય ઓથ ધરાવતા ટ્રેલરો પર તવાઈ આદરવા માંગણી ઉઠવા પામેલ.

જેમાં જીજે ૧૪ ૧૯૦૩, ૩ર૪૩, જી.જે. ૧૯ ૬ર૦૮, જી.જે. ૭ ૭૯૬, જી.જે. ૧૧ વાય ૯૬૪૧, જી.જે. ડબલ્યુ ૬૯૭પ, જી.જે. ૧૪ ૧૯૦૧ નંબરના ટ્રકોને પકડી ધોરણસરની કાર્યવાહી કરી હતી. આ વિસ્તારમાં ઔદ્યોગિક એકમોમાં અનેક વાહનો દોડે છે ત્યારે આ કડક કાર્યવાહી થતા ભારે વાહનચાલકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

પીપાવાવમાં અસંખ્ય ટ્રલરો મોત બનીને પરિવહન કરે છે

રાજુલા પંથકમાંથી ઓવર લોડિંગવાળા ૧૭ વાહનો ડીટેઈન થતા વાહન ચાલકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. જાણવા મળતી વિગત મુજબ રાજુલા પંથકમાં પથ્થરો ભરીને ચાલતા ટ્રકો ઉપર આજરોજ પીઆઈ તુવર તેમજ પીએસઆઈ પંડયાએ સપાટો બોલાવ્ય્‌ હતો. જેમાં ૧૭ ટ્રકો પકડ્યા હતાં. હજુ અસંખ્ય ટ્રેલરો મોત બનીને પરિવહન કરી રહ્યા છે.

Previous articleનાગેશ્રીના ઘોંસપુર ગામે જાહેરમાં જુગાર રમતા ૭ શખ્સો ઝડપાયા
Next articleશિશુવિહારમાં ચિત્ર સ્પર્ધા યોજાઈ