એકસેલ એકસપ્રેશનનો વિનર્સ શો યોજાયો

865

એકસેલ ક્રોપ કેર લિમીટેડ, ભાવનગર દ્વારા આજરોજ ઝવેરચંદ મેઘાણી ઓડીટોરીયમ, સરદારનગર ખાતે અભિવ્યક્તિનો ઉત્સવની જુદી જુદી સ્પર્ધાઓમાં વિજેતા થયેલ વિદ્યાર્થીઓને બિરદાવવાનો કાર્યક્રમ વિનર્સ-શો યોજાઈ ગયો. આ કાર્યક્રમમાં અતિથિ વીશેષ તરીકે ઉત્પલભાઈ મોદી (જાણીતાગુજરાતી ફિલ્મ નિર્માતા-દિગ્દર્શક) ઉપસ્થિત રહેલ. આ કાર્યક્રમની શરૂઆત દિપપ્રાગટયથી કરવામાં આવેલ. ત્યાર બાદ ડો. એ.જી.મહેતા (જનરલ મેનેજર) દ્વારા સ્વાગત કરવામાં આવેલ અને સૈની દ્વારા એકસેલ એકસ્પ્રેશન વિશે ટુંકી માહિતી આપવામાં આવેલ. આ કાર્યક્રમમાં સુગમગીત, લોકગીત અને લોકનૃત્યની ઉત્કૃષ્ટ કૃતિઓ ઝવેરચંદ મેઘાણી ઓડીટોરીયમના રંગમંચ પર રજુ થયેલ આ વિનર્સ-શોમાં અતિથિવિશેષ ઉત્પલભાઈ મોદીએ વીદ્યાર્થીઓને પ્રેરણાદાયક તેમજ યુવાનોને નવી દિશાઓ સર કરવા માટે યોગ્ય દિશાસુચન તેમના ભાવવાહી વકતવ્યમાં કરેલ. આ પ્રસંગે ખાસ મુંબઈથી એકસેલ ક્રોપ કેર લિ.ના જોઈન્ટ મેનેજીંગ ડાયરેકટર નિનાદભાઈ ગુપ્તે, વાઈસ પ્રેસીડેન્ટ બોન્દ્રે તથા બાગલ સુનીલ જગતાપ વિગેરેએ હાજરી આપેલ. આ વિનર્સ શોમાં દરેક વિજેતાઓએ રજુ કરવા લાયક ઉતકૃષ્ટ કૃતિઓ ઝવેરચંદ મેઘાણી ઓડીટોરીયમના રંગમંચ પર રજુ કરેલ. શાળા તથા કોલેજના ૧પ૦૦ વિદ્યાર્થીઓએ આ સ્પર્ધાઓમાં ભાગ લીધેલ. વિજેતા થયેલ વિદ્યાર્થીઓને મોમેન્ટો અને પ્રમાણપત્ર આપવામાં આવેલ. ખાસ નોંધનીય બાબત એ છે કે ખી.લ. બહેરા મુંગા શાળાની કૃતિ જયારે રંગમંચ પર રજુ થઈ ત્યારે ઉપસ્થ્ત તમામ શ્રોતાગણે ઉભા થઈ દાદઅ ાપેલ અને સરાહના કરેલ.

Previous articleશિશુવિહારમાં ચિત્ર સ્પર્ધા યોજાઈ
Next articleસિનિયર નેશનલ બાસ્કેટ બોલ ટુર્નામેન્ટ મેન્સમાં પંજાબ, વુમન્સમાં રેલ્વે ચેમ્પિયન