સેંકડો પંખીઓ માટે મોતનો વાર અને આપણા માટે કાલે તહેવાર

900

વાંચીને ચોકી ગયાને કે આવતી કાલે તમે ગમે તેટલા ખૂન કરશો તો પણ નહિ લાગે તમારા પર કોઈ પણ કેસ, ગુનો કે ચાર્જશીટ. હા, આ વાત તદ્દન સાચી છે પરંતુ તમે કરેલ આકાશમાં ખૂનની તમને સજા નહિ મળે બાકી કોઈ પણ માનવી પર જો તમે હુમલો કર્યો તો તો તમારું આવી બન્યું. એમ પણ પંખીઓની વસ્તી ઘટતી જાય છે એમાં પણ મકરસક્રાંતિનો તહેવાર એટલે સેંકડો પંખીઓ માટે મોતનો વાર અને આપણા માટે તહેવાર બનશે. કોઈ પણ ધર્મ તે પછી હિન્દૂ, મુસ્લિમ કે શીખ તમને એમ નથી શીખવાડતો કે કોઈને મારીને તમે ઉત્સવ મનાવો તેમ છતાં આપણે આપણા મોજ શોખ ખાતર આપણે સેંકડો પક્ષીઓને વગર માંગી અને સમય પેહલા મોતની સજા આપી દઈએ છીએ. એક બાજુ અક્સમા પંખીને મારીએ છીએ અને સામે છેડે પાપનું પ્રાયશ્ચિત કરવા માટે વિવિધ આશ્રમો અને પાંજરાપોળમાં જઈને દાન અને પશુને ધાન આપીએ છે આતો એવું થયું તમે ગુનો કરો અને અમુક રકમ આપીને તમે જમાનત મેળવી લ્યો છે એમ તમે પક્ષીઓને હણી સામે દાન પુણ્ય કરીને પ્રાયશ્ચિત કરી લ્યો એટલે કે પાપ કરો અને ગંગામાં ડૂબકી મારો એટલે તમારા દરેક પાપ માફ. આપણા દેશના કાનૂને ” અંધા કાનૂન ” નામ આપ્યું છે તે વાત આ કિસ્સામાં સચોટ અને સત્ય સાબિત થાય છે. ધીમે ધીમે એમ પણ આપણે કુદરતની બનાવેલી વસ્તુનો નષ્ટ કરી રહ્યા છે તેમાં વધુ એક એમ કુદરતી સૌંદર્યને નુકશાન પોંહચાડતો તહેવાર એટલે કે મકરસંક્રાતિ, ખરેખર તહેવારનો અર્થ છે દુઃખની ક્ષણને તિલાંજલિ આપીને સુખની વહેચણી કરવી. આપણે દુઃખને ભૂલીને સુખની ઉજવણી તો કરીએ છીએ પરંતુ આપણું દુઃખ ભૂલવા માટે આપણા સુખ માટે આપણે બીજાને દુઃખ આપીએ છીએ તે ક્યાંનો ન્યાય છે. સેવાનું કાર્ય તો મંદ ક્યારેક કરીએ છીએ પણ લોકોને દુઃખ પોહ્‌ચાડવામાં ક્યારેય બાકાત નથી રહેતા અને પછી રાત અને દિવસ રાડિયા રાખીએ છીએ કે મને દુઃખ છે. આવતી કાલની  સવારથી ૪૮ કલાક માટે આસમાનમાં જામશે ખરાખરીનો રંગ અને લોકો કરે મારામારીનો જંગ, વગર હથિયારે અને વગર બંદુકે રેલાશે ખૂનની પિચકારી, કોયલની આંખ ફૂટશે તો કાગડાનો પગ ભાંગશે, ચકલીની ચાંચ ભાગશે તો મેનાની પાંખ આમ વિવિધ પંખીઓ બનશે બલીનો બકરો જેનો કોઈ પણ વાંક નથી અને જેમને કોઈ પણ ગુનો નથી તેમ છતાં તેઓને મળશે કાલાપાની જેવા બત્તર અને વગર માંગ્યે મોતની સજા. એક બાજુ ચોમારે મંદીના નામ પાર લોકો હડતાલ અને આંદોલન કરે છે અને ઉતરાયણનના દિવસે લખો રૂપિયાના ખર્ચે માનજો અને પતંગ ચગાવીને પોતાની ગરીબીનું પ્રદર્શન કરશે. ગમે તેટલું સમજાવો ગમે તેટલા લેખ લખો તેમ છતાં પથ્થર પર પાણી સમાન આપણામાં કોઈ પણ સુધારો નથી અવાનો વર્ષોથી આપણે તો આપણોજ શોખ પોષવા માટે બીજાને દુઃખી કરતા આવ્યા છે અને આવીશું કેમ કે આપણને બીજાને મારીને પોતાને આગળ લાવવાનો ચસકપ લાગી ગયો છે. તમારા શરીર પર જોરથી એક વાર દોરી ઘસી જોજો એક જ સેકેન્ડમાં સમજણ આવી જશે કે કેઉં દુઃખ થાય છે ખબર પડી જશે કાંચની નાની એવી કંઈ અડી જાય તો કેવી ચીસ પડી જાય છે તો બિચારા પશુ પક્ષીના આંખે આખા હાથ પગ અને શરીર ચિરાય જાય છે તો તેમની હાલત શું થતી હશે માત્ર વિચારતા જ કંપારી છૂટી જાય છે તો અનુભવ કેવો હશે, બસ તો આજ વિચાર સાથે આપણા વિચારમાં પરિવર્તન લાવતાની સાથે થોડીક એવી માનવતાની પેહેલ જગાવીને થોડીક એવી માનવતાની મુરત બનીએ અને આકાશમાં ઉડતા પક્ષીને જગ્યા પર પોતાને કો પોતાના સ્વજનને ઉધારણ રાખીને કેવી મજા કે સજા લાગે છે તેનો એક ક્ષણ વિચારીને જોજો ત્યારે ખબર પડશે કે પોતાના પગ પર કુલ્હાડી મારે તો કેવો અનુભવ થશે. વધુ મારે કોઈને શિખામણ નથી એવી કેમ કે સહુ કોઈ સમજુ છે બધાજ હોશિયાર છે પણ જયારે સાચી રીતે સમજણ અને સિખની જરૂર આવે છે ત્યારે કોઈ દેખાતું નથી તો બસ વગર સરકારના આદેશે આવતી કાલથી ૨ દિવસ માટે તમે આકાશમાં કરેલ એક પણ ખૂનની તમને સજા મળશે નહિ પરંતુ તમારા ધર્મ પ્રમાણે તમારા જીવનના કર્મસિદ્ધાંતના ચોપડામાં તમે કરેલ દરેક પશુની હત્યાનો હિસાબ નોંધાય જશે જેની તમારે કોઈ જાણ કે સાબિતી નહિ કરવી પડે અને વખતો જતા ૧-૨-૫-૭ પછી તમારે આનો હિસાબ વ્યાજનું વ્યાજ એમ ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે એવોજ  પડે અને તમારે પાસે હા કે ના વિચારવાનો સમય પણ નહિ હોય ફક્ત એ સજા ક્યારે ભોગવવાની છે તે નક્કી નથી પણ ભોગવવાની તે ૧૦૦% નક્કી છે, તો આવતી કાળના ઉતરાયણના દિવસે બની શકે તો પતંગ અને દોરાથી દૂર રહીને પૈસા, પ્રકૃતિ અને પરિવારને બચાવવા માટે પેહેલ કરીએ તો કદાચ મારા અને તમારા આત્માને અંતર આનંદ મળશે બાકી તો જે ચગાવાના છે તે તો ચગાવસે જ. ખાસ કરીને પોતાની આસપાસ રહેલ પાસું પક્ષીના માળા પાસે ૨ દિવસ માટે અનાજ અને પાણીની વ્યવસ્થા કરો પછી ભલે તમે આશ્રમમાં દાન નહિ કરો તો ચાલશે,  અને છેલ્લે છેલ્લે આવતી કાલે ગાય માતા માટે તો અખૂટ ધનના ભંડાર ભરાય જશે સામાન્ય દિવસો એક રોટલી પણ ન ખવડાવનાર વ્યક્તિ આવતી કાલે ગૌ માતાનું પેટ વિશાલ સંખ્યામાં લાડવા અને ઘાસ ધરીને ભરી દેશે અને ઢોંગી હોવાનો દુનિયા સામે દેખવ કરશે પરંતુ અંતર આત્મા તો જાણેજ છે કે તે ખોટું કરી રહ્યો છે. બસ આ ઉત્તરાયણનો તહેવાર આપણા માટે ઉતસાહ અને ઉમંગ સાથે આવે અને આપણા પરિવારમાં સુખની લહેર ફેલાવે તેમજ તમે અને તમારા પરિવારનું ધ્યાન રાખતા વગર જરૂરે ઘરની બહાર ન નીકળતા જીવદયા રાખીને કોઈનું જીવન બચાવીને પુણ્યનું ભાથું બાંધીએ. ખાસ કરીને આગામી ૨ દિવસ વગર જરૂરે ઘરની બહાર નીકળવું નહિ અને નીકળો તો પણ જેટલી સવારી તેટલા હેલ્મેટ અચૂક રાખજો કે ક્ષણ વારની મજા બની શકે છે મોતની સજા ફરી એક વાર કાલે તમારા બધા ખૂન માફ છે અને આ વાત કોઈ મજાક નથી પરંતુ સમગ્ર માનવજાતિ દ્વારા ઉજવાતી ઉતરાયણ પર મારો એક વ્યંગ રૂપે કટાક્ષ છે.

Previous articleવિવેકાનંદના જીવન પરનું પોસ્ટર પ્રદર્શન
Next articleમકરસંક્રાંતિના દિવસે કાળા તલનું દાન શ્રેષ્ઠ