મીડિયા પોતાની ભૂલ સુધારે,પ્રેગનેન્સીની ખબર માત્ર અફવા છેઃ નરગિસ ફખરી

0
253

નરગિસ ફખરીને લઇને ઘણા સમયથી આ ખબરો મીડિયામાં ચાલી રહી હતી કે તે હોલીવુડના ડાયેરેક્ટરની સાથે પ્રેમમાં છે. ત્યાર બાદ એવી ખબર આવી કે તેનું બ્રેકઅપ થઇ ગયું છે અને હાલમાં એવી પણ ખબરો સામે આવી છે કે નરગિસ ફાખરી પ્રેગનેન્ટ છે. પરંતુ નરગિસે આ અંગે પોતેએ ખુલાસો કર્યો છે અને તેની ભડાસ નીકળી છે. નરગિસ ફખરી અંગે આ ખબર સામે આવી હતી કે તે પ્રેગનેન્ટ છે જે બાદ તેને સોશિયલ મિડીયા પર તેની ભડાસ નીકાળી અને દરેક ખબરને માત્ર એક અફવા ગણાવી છે. સાથે તમામ મીડિયા હાઉસને આ સલાહ આપી છે કે તે પોતાની ભૂલ સુધારે. ટિ્‌વટર પર નરગિસે કહ્યું કે આ ખૂબ બકવાસ વાત છે. તમે કેવી રીતે આ ખોટી ખબર ચલાવી શકો છો અને મારી બેઇજ્જતી કરી શકો છો. કારણકે મારું વજન વધી ગયું છે. જેને પણ આ ખબર લખી છે તેને મારા અંગે બિલકુલ પણ જાણકારી નથી અને આ ખબરનો એક-એખ શબ્દ ખોટો છે. તમારે એક-એક સચ્ચાઇ તપાસ કરવી જોઇએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here