વડાપ્રધાન મોદીએ ગુરુ ગોવિંદ સિંહજીના સન્માનમાં સ્મારક સિક્કો રજૂ કર્યો

658

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે શીખોના ૧૦માં ગુરુ ગોવિંદ સિંહજીની ૩૫૨મી જયંતીના અવસરે તેમના સન્માનમાં એક સ્મારક સિક્કો રજૂ કર્યો. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ ગુરુ ગોવિંદ સિંહજીને એક સારા યૌદ્ધાની સાથે જ એક કવિ પણ જણાવ્યા. વડાપ્રધાન મોદીના આવાસ પર થયેલા કાર્યક્રમમાં પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ પણ હાજર રહ્યા. વડાપ્રધાન મોદીએ કહ્યુ, ગુરુ ગોવિંદ સિંહજીને હું શ્રદ્ધાપૂર્વક નમન કરુ છુ. ઁસ્ મોદીએ દેશવાસીઓને લોહડીના પર્વની પણ શુભકામનાઓ પાઠવી. વડાપ્રધાન મોદીએ કહ્યુ કે ગુરુ ગોવિંદ સિંહજીએ ખાલસા ગ્રંથ દ્વારા સમગ્ર દેશને જોડ્યો છે.

એ મારુ સૌભાગ્ય છે કે મને તેમના સન્માનમાં સિક્કો રજૂ કરવાનો અવસર મળ્યો. ગુરુ ગોવિંદ સિંહજીનુ કાવ્ય ભારતીય સંસ્કૃતિના ઝાંખી અને આપણા જીવનની સરળ અભિવ્યક્તિ છે. જેમ કે તેમનુ વ્યક્તિત્વ બહુઆયામી હતુ તેવી જ રીતે તેમના કાવ્યમાં પણ અનેકાવિધ વિષયોને પોતાની અંદર સમાવેશ કર્યા છે.

સરકારના અથાગ પ્રયત્નોથી કરતારપુર કૉરિડોર બનવા જઈ રહ્યો છે. હવે ગુરુ નાનકના માર્ગ પર ચાલનારા તમામ ભારતીય દૂરબીન સિવાય પોતાની આંખોથી ગુરુદ્વારા દરબાર સાહિબના દર્શન કરી શકશે. ઓગસ્ટ ૧૯૪૭મા જે ચૂક થઈ હતી તે તેમનો પ્રાયશ્ચિત છે.

Previous articleચીનમાં ખાણની છત ધ્વસ્ત થઇ જતાં ૨૧ મજૂરોના મોત
Next articleદેશભરમાં આજે મકરસંક્રાંતી પર્વની ઉજવણી