ગારિયાધારના વિરડી ગામે મુસ્લિમ સમાજનો સમુહશાદી સમારોહ યોજાયો

0
277

ગારિયાધાર તાબેના વિરડી ગામે સુન્ની મુસ્લિમ સમાજ વિરડી દ્વારા ત્રીજો સમુહ શાદીનો સમારોહ યોજાયો હતો. જેમાં ૧પ દુલ્હા-દુલ્હન શાદીના પાક બંધનમાં જોડાયા હતાં.

આ ઉપરાંત ગારિયાધાર પંથકના પરંપરા મુજબ હિન્દુ-મુસ્લિમ સમાજના સામાજીક તથા રાજકીય આગેવાનો તદ ઉપરાંત સંતો-મહંતો તથા પીરેતિરક્તો તમામ એક મંચ પર બેસી કોમી એકતાનું અનેરૂ ઉદાહરણપુરૂ પડેલ અને  આગેવાનો દ્વારા હાલના આ મોંઘવારીના સમયમાં લગ્ન પ્રસંગે ખોટા લખલુટ ખર્ચાઓ તથા જુદા-જુદા કુરીવાજોનો ત્યાગ કરી આવા કાર્યક્રમો વધુને વધુ થાય તો સમાજ આર્થીક રીતે અધ્ધર થશે તેમજ સમયનો બચાવ થશેનું આહ્વાન કરેલ, અને નિકાહ પુર્ણ થયા બાદ સૌ મહેમાનો સ્વરૂચી ભોજન લઈ વિદાય વિધી પુર્ણ કરી છુટા પડેલ, વળી ખોબા જેવડા વિરડી ગામમાં આ પ્રસંગે જાણે મોટો મેળાવડો જામ્યો હોય તેમ માનવ મહેરામણ ઉમટેલ અને લોઠ મેળા જેવા દ્રશ્યો સર્જાયા હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here