જેણે પણ ગરીબોને લૂંટ્યા છે તેને આ ચોકીદાર સજા અપાવશે : પીએમ મોદી

535

પીએમ નરેન્દ્ર મોદીએ ઓરિસ્સાના બલાંગીર ખાતે સંખ્યાબંધ નવી યોજનાઓનુ લોકાર્પણ કર્યુ  હુત.જેમાં બલાંગીર અને બિચુપલી વચ્ચેની નવી રેલવે લાઈનનો પણ સમાવેશ થાય છે. આ પ્રસંગે પીએમ મોદીએ કહ્યુ હતુ કે ઓરિસ્સા સરકાર આદિવાસીઓની ભલાઈ માટે કેન્દ્ર સરકારે જે ફંડ આપ્યુ છે તે વહેલી તકે ઉપયોગમાં લે.ચૂંટણી સુધી તેની રાહ ના જુએ. ગઠબંધન પર નિશાન સાધતા પીએમ મોદીએ કહ્યુ હતુ કે આજે દેશમાં મારી સામે ષડયંત્ર રચાઈ રહ્યા છે.ખોટા આરોપો લગાવાઈ રહ્યા છે.મોદીને રસ્તામાંથી હટાવવા વિરોધીઓ એક થઈ રહ્યા છે.પણ ભગવાન જગન્નાથની ધરતી પરથી કહું છું કે આ ચોકીદાર ગરીબોની કમાણી લૂટનારાઓના ખેલ બંધ કરાવીને રહેશે.જેણે પણ ગરીબોને લૂંટ્યા છે તેમને ચોકીદાર સજા અપાવશે.

મોદીએ કહ્યુ હતુ કે અમારી સરકારે સત્તામાં આવ્યા બાદ ૬ કરોડથી વધારે બોગસ રેશન કાર્ડ, ગેસ કનેક્શન અને બોગસ સ્કોલરશીપના લાભાર્થીઓને શોધી કાઢ્યા છે.આ બોગસ લાભાર્થીઓથી વચેટિયા પોતાના ખિસ્સા ભરી રહ્યા હતા.

કેન્દ્ર સરકાર ૨૪ થી ૨૫ રુપિયામાં એક કિલો ઘઉં ખરીદીને ૨ રુપિયામાં ગરીબને આપે છે અને ૩૦ રુપિયામાં કિલો ચોખા ખીદીને ૩ રુપિયામાં આપે છે.આ અનાજ ગરીબોને મળતુ નહોતુ.વચેટિયાઓ ખાઈ જતા હતા.અમેઆ બંધ કરાવ્યુ છે.અમે આ બંધ કરાવ્યુ છે એટલે આવા લોકોને મોદી આંખમાં ખટકે છે.

Previous articleભારતે ઓસ્ટ્રેલિયાને ૬ વિકેટે હરાવ્યું
Next articleખેડૂતોની લોન માફી પ્રશ્ને કોંગ્રેસ પર માયાના પ્રહાર