બજારમાં તેજી : સેંસેક્સમાં ૪૬૫ પોઇન્ટ સુધી વધારો

697

શેરબજારમાં છેલ્લા ત્રણ કારોબારી સેશનથી ચાલતી મંદી ઉપર આજે બ્રેક મુકાઈ હતી. કારોબારના અંતે બેંચમાર્ક ઇન્ડેક્સમાં ૧.૫ ટકાનો ઉછાળો નોંધાયો હતો. આરઆઈએલ, ઇન્ફોસીસ, ટીસીએસ, એચડીએફસી સહિતના હેવીવેઇટમાં તેજી જોવા મળી હતી. કારોબારના અંતે સેંસેક્સ ૪૬૫ પોઇન્ટ ઉછળીને ૩૬૩૧૮ની સપાટીએ બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૧૫૯ પોઇન્ટ ઉછળીને ૧૦૮૮૭ની સપાટીએ રહ્યો હતો. સેક્ટરલ ઇન્ડેક્સમાં નિફ્ટી આઈટી ઇન્ડેક્સમાં સૌથી વધારે ઉછાળો રહ્યો હતો તેમાં ૧.૩ ટકાનો ઉછાળો જોવા મળ્યો તો. મિડકેપ ઇન્ડેક્સમાં ૮૮ પોઇન્ટનો અને સ્મોલકેપ ઇન્ડેક્સમાં ૧૦૨ પોઇન્ટનો ઉછાળો રહ્યો હતો. અગાઉ શેરબજારમાં શુક્રવારના દિવસે કારોબારના અંતે સેંસેક્સમાં વધુ ઘટાડો થયો હતો. સેંસેક્સ ૯૭ પોઇન્ટ ઘટીને ૩૬૦૧૦ની સપાટીએ રહ્યો હતો જ્યારે નિફ્ટી ૨૭ પોઇન્ટ ઘટીને ૧૦૭૯૫ની નીચી સપાટીએ રહ્યો હતો. એફપીઆઈએ ૨૦૧૮માં ૮૩૦૦૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા હતા. જ્યારે ૨૦૧૭માં રેકોર્ડ બે લાખ કરોડ રૂપિયા ઠાલવવામાં આવ્યા હતા. જુદા જુદા કારણો આના માટે જવાબદાર રહ્યા હતા. ૨૦૧૮ પહેલા એફપીઆઈ દ્વારા સતત છ વર્ષમાં ઇક્વિટીમાં ખરીદી કરવામાં આવી હતી.આ વખતે નાણાં પરત ખેંચવામાં આવ્યા હતા.  ૨૦૧૧માં ભારતીય શેરબજારમાંથી એફપીઆઈએ નાણાં પરત ખેંચ્યા હતા. તે પહેલા ૨૦૦૮માં પણ વેચવાલીનો માહોલ રહ્યો હતો. ૨૦૧૮માં એફપીઆઈ શરૂઆતના ગાળામાં નાણાં ઠાલવ્યા  હતા પરંતુ વૈશ્વિક બજારમાં નબળી સ્થિતિ અને ઇક્વિટી મૂડીરોકાણ ઉપર લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સના પરિણામ સ્વરુપે નાણાં પરત ખેંચવાની શરૂઆત થઇ હતી. માર્ચ મહિનામાં ટુંકી રિકવરી થયા બાદ આ વર્ષના મોટાભાગના ગાળામાં વેચવાલી રહી હતી. વર્ષ ૨૦૧૮માં બીએસઈ લિસ્ટેડ કંપનીઓની માર્કેટ મૂડી ઘટીને ૧૪૪૪૮૪૬૫.૬૯ કરોડ થઇ ગઇ હતી. માર્કેટ મૂડીમાં ૭૨૫૪૦૧.૩૧ કરોડનો ઘટાડો થયો  હતો. સેંસેક્સમાં  વર્ષ ૨૦૧૮માં ૫.૯૧ ટકાનો ઉછાળો આવ્યો હતો. જ્યારે સેંસેક્સમાં ૫.૯૧ ટકાનો સુધારો આવ્યો હતો જ્યારે નિફ્ટીમાં ૩.૧૫ ટકાનો ઉછાળો રહ્યો હતો. સેક્ટરલ ઇન્ડેક્સમાં નિફ્ટી બેંક ઇન્ડેક્સમાં આ વર્ષ દરમિયાન ૬.૩૫ ટકાનો ઉછાળો આવ્યો  હતો.  બ્રોડર માર્કેટમાં બીએસઈ મિડકેપ ઇન્ડેક્સમાં ૧૩.૩૮ ટકાનો ઘટાડો રહ્યો હતો.

Previous articleપેટ્રોલ અને ડિઝલના ભાવમાં ફરી જંગી વધારો ઝીંકી દેવાયો
Next articleસુરતને ઇન્ટરનેશનલ એરપોર્ટ મળશે, ૩૦મીએ મોદી કરશે લોકાપર્ણ