સિહોર તાલુકા સેલ્ફ ફાઈનાન્સ સ્કુલ સંગઠનની કરાયેલી રચના

679

સિહોર તાલુકા સેલ્ફ ફાઈનાંન્સ સ્કૂલ સંગઠનની રચના કરવામાં આવી સંગઠનની રચના કરવા માટે  તાજેતરમાં કન્યા વિદ્યાલય,વળાવડ ખાતે મેહુરભાઈ લાવતુકાના અધ્યક્ષસ્થાને એક અગત્યની મિટીંગનું આયોજન કરેલ જેમાં વિવિધ સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલના  ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહેલ હતા

આ મીટીંગમાં ભાવનગરજિલ્લા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના હોદેદારો ખાસ ઉપસ્થિત રહી વિષેશ માર્ગદર્શન પૂરૂ પાડેલ હતું.આ સંગઠન મા સિહોર તાલુકાની તમામ પ્રાથમિક,માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિકશાળાઓ ચલાવતા દરેક સંચાલકો અને ટ્રસ્ટીઓ આ સંગઠન માં જોડાયા હતા  તો આ પ્રસંગે પ્રમુખ તરીકે  સ્વનિર્ભર સંચાલક મંડળ ના ખજાનચી તથા વિદ્યામંજરી જ્ઞાનપીઠ સિહોર ના સંચાલક પી.કે.મોરડીયા તથા ચેરમેન તરીકે અમિતભાઈ લવતુકા તથા ઉપપ્રમુખ તરીકે વી.ડી.નકુમ મંત્રી તરીકે ધરમેન્દ્રભાઈ પટેલ..સ્વામી વિવેકાનંદ સ્કૂલ ટાણા સંગઠન મંત્રી તરીકે દીપસિંહ મોરી(પ્રતિનિધિ સચિદાનંદ સ્કૂલ) સહિત ના  નામો પર મહોર લાગતા સર્વોએ આ હોદ્દેદારો ને સહર્ષ સ્વીકારી અભિનંદન પાઠવ્યા હતા.

Previous articleબોટાદ પોલીસે દિવ્યાંગો સાથે ઉજવણી ઉત્તરાયણ
Next articleદામનગરની સરદાર નંદીશાળામાં દાતા દ્વારા ૧૩ ગાડી નિરણનું દાન