બોટાદ ૧૮૧ ટીમની સરાહનીય કામગીરી ૩ દિવસથી ગોંધી રાખેલ મહિલાને છોડાવી

1276

તા. ૧૩ને રવિવારના રોજ હિનાબેન દિનેશભાઈ રાઠોડ નામની મહિલાએ ૧૮૧માં હોલ કરીને જણાવેલ કે મારી દિકરી જે ઉમરાળા ગામે સાસરે છે તેને તેના સાસરીયાઓએ ગોંધીને રાખી છે. મારી દિકરીની થોડી માનસિક તકલીફ છે. આથી બોટાદ ૧૮૧ની ટીમ કાઉન્સેલર જાનકીબેન ગોહેલ તેમજ કોન્સ્ટેબલ અસ્મિતાબેન બથવાર અને પાઈલોટ નિલેશભાઈ ચુડાસમા કેસની ગંભીરતાને ધ્યાને તાત્કાલિક તે બનેની મદદ માટે ઉમરાળા પહોંચેલ. ઉમરાળા ગામે રતનબેનના ઘરે પહોંચતા જાણવા મળેલ કે તેઓને ઘરેથી વાડીએ લઈ ગયેલ છે. આથી રતનબેનના માતા-પિતા સાથે ૧૮૧ની ટીમે બેનની વાડીએ પહોચ્યા તથા ખુબ જ વેદના ભર્યા અવાજો સંભળાણા કે બચાવો અને અહીથી છોડો તેવી સ્થિતિમાં રતનબેનને તેમના સાસુ – સસરાએ એક કુવાની નજીક ઝાડ સાથે જાડા દોરડાથી બાંધીને રાખેલ હતાં. ૧૮૧ની ટીમ બેનને છોડાવ્યા તેમજ બેનનું કાઉન્સેલીંગ કરતા જાણવા મળ્યું કે રતનબેનની (ઉ.વ.૩૦) વર્ષ છે. તેમના લગ્ન ઉમરાળાના  વિજયભાઈ સાથે આશરે ૯ વર્ષ પહેલા થયેલ, અને તેમને બે સંતાન પણ છે. રતનબેને જણાવેલ કે તેમના સાસરીયાઓએ છેલ્લા ૩ દિવસથી તેમને ગોંધીને રાખેલ અને આજ સવારના કુવાની નજીક ઝાડ સાથે બાંધી દિધેલ તેમજ ૩ દિવસથી કાંઈ જમવા પણ આપેલ નથી અને માર મારવામાં આવેલ.

રતનબેનની સાસરીયવાળા જોડે વાતચીત કરતા તેમણે જણાવેલ કે રતનબેનની માનસીક સ્થીતિ ખરાબ હોવાથી તેઓ આવું કરેલ પણ જયારે ૧૮૧ ટીમે રતનબેન જોડે કાઉન્સેલીંગ કરતા તે સમયે તેમની માનસિક સ્થિતિ સ્થિર વ્યવસ્થીત લાગેલ આથી બેનને રાણપુર પો.સ્ટે. લઈ ગયેલ અને આગળની કાયદાકીય કાર્યવાહી કરેલ.

Previous articleબરવાળા પોલીસ દ્વારા મોટર સાયકલ ચાલકોને સુરક્ષા બેલ્ટ બાંધવામા આવ્યા
Next articleજયરાજસિંહ મોરીનું સન્માન