ભાવેણાવાસીઓએ ઉત્તરાયણ પર્વની કરી ધમાકેદાર ઉજવણી

1200

બાળકો, યુવાનો અને વડિલોના પ્રિય એવા મકરસંક્રાંતિના તહેવારની ભાવેણાવાસીઓએ ઉત્સાહભેર ઉજવણી કરી હતી. બાળકો અને યુવાનોએ સવારથી જ ધાબા ઉપર ચડી પતંગ ચગાવવાની મજા માણી હતી. જ્યારે બપોરના સમયે વડિલો પણ ધાબે પહોંચ્યા હતા અને બાળકોની સાથે પતંગ ચગાવવા ઉપરાંત અનેક લોકોએ ભોજન પણ ધાબા ઉપર લીધુ હતું. જો કે, દિવસ દરમ્યાન પવનની ઝડપ વધારે રહેતા પતંગ રસીકોની મજા બગડી હતી. જ્યારે સાંજના સમયે ઉત્તરાયણમાં દિવાળીનો માહોલ ઉભો થયો હોય તેમ લોકોએ ફટાકડાની આતશબાજી કરી હતી.

Previous articleસ્ટેન્ડીગ કમિટીને તંત્ર દ્વારા ખોટી માહિતી દેવાય એ સહન નહી થાય : કુમાર શાહ
Next articleસંવેદના વ્યક્તિને સફળતા આપે છે