મેન્સ ડબલ્સમાં ભારતીય ત્રણેય જોડીઓનો પ્રથમ રાઉન્ડમાં જ પરાજય

666

ઓસ્ટ્રેલિયન ઓપન પુરૂષ ડબલ્સની ઈવેન્ટમાં ભારતીય પડકાર પ્રથમ દિવસે જ સમાપ્ત થઈ ગયો છે. ભારતીય ખેલાડીઓની ત્રણેય જોડીઓનો પ્રથમ રાઉન્ડમાં જ પરાજય થયો હતો. ભારતના ૧૫મી વરીયતા પ્રાપ્ત રોહન બોપન્ના અને દિવિજ શરણની જોડીને સ્પેનના પાબ્લો કારેનો બસ્તા અને ગુલિરેમો ગાર્સિયા લોપેજની જોડીએ ૬-૧, ૪-૬, ૭-૫થી પરાજય આપ્યો હતો. ટાટા ઓપન મહારાષ્ટ્ર જીત્યા બાદ આ ભારતીય જોડીનો પ્રથમ રાઉન્ડમાં આ સતત બીજો પરાજય છે. ગત સપ્તાહે તે સિડની ઈન્ટરનેશનલમાં પણ હારી ગયા હતા.

૨૪મી વખત ઓસ્ટ્રેલિયન ઓપનમાં રમી રહેલા લિએન્ડર પેસ અને મિગુલ એંજેલ રેયેસ વારેલાને અમેરિકાના આસ્ટિન ક્રાઇજેક અને ન્યૂઝીલેન્ડના અર્ટેમ સિટાકે ૭-૫, ૭-૬થી પરાજય આપ્યો હતો. જીવન નેંદુચેઝિયાન અને નિકોલસ મુનરોની જોડીને કેવિન કે અને નિકોલા મેકટિચે ૪-૬, ૭-૬, ૭-૫થી પરાજય આપ્યો હતો. પ્રજનેશ ગુણેશ્વરન પણ ક્વોલિફાયરના મુખ્ય ડ્રોમાં આવ્યા બાદ પ્રથમ રાઉન્ડમાં હારી ગયો હતો. તો રામકુમાર રામનાથન, અંતિકા રૈના  અને કરમન કૌર થાંડી મુખ્ય ડ્રો માટે ક્વોલિફાય કરવામાં અસફળ રહ્યાં હતા.

Previous articleઅમિતાભ બચ્ચને બ્લોગિંગ સાઇટ ’ટમ્બલર’ને છોડવાની ધમકી આપી
Next articleધોનીના મગજમાં શું ચાલે છે એતો તે જ કહી શકેઃ કોહલી